Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જુનાગઢમાં જેતપુરનાં ત્રણ શખ્સો કારમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયા

જૂનાગઢ તા. ૧૯ :.. જુનાગઢ ક્રાઇમ બ્રાંચના પીઆઇ આર. કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ એચ. આઇ. સુમરા વગેરે જૂનાગઢમાં બીલખા રોડ ખાતેનાં રામનિવાસ સર્કલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.

ત્યારે જેતપુરનો નિશીત પ્રવિણભાઇ ગોહેલ જીજે-૦૩-એબી-૦પ૬ર નંબરની કાર હંકારીને નીકળતા ક્રાઇમ બ્રાંચે રોકીને તલાસી લેતા દારૂની બોટલ અને બીયરના ૧૪ ટીન મળી આવ્ય હતાં.

આથી પોલીસે નિલેશ ગોહેલ સાથેનાં જેતપુરના પ્રશાંતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને ઉમંગ ડાયાભાઇ ગોહેલ નામના શખ્સોની કુલ રૂ. ૩૧,૩૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

(1:16 pm IST)