Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ધોરાજીના વૈષ્ણવો વ્રજયાત્રામાં જોડાયા

ધોરાજી : મથુરાથી લીલી વ્રજયાત્રા ૨૦૧૯ યમુના ઘાટથી પ્રસ્થાન થઈ હતી જેમાં ધોરાજી સહિત ગુજરાત સૌરાષ્ટ્ર રાજસ્થાન મહારાષ્ટ્ર અને વૈષ્ણવો જયશ્રી કૃષ્ણના નારાઓથી વૃંદાવન ગુંજી ઉઠ્યુ હતું. લીલી પરિક્રમા અમદાવાદ હવેલીના શ્રી કૃષ્ણકુંજ જે.જે. અને રાજેશબાવા શ્રી અને કુંજેશ બાવા સહિતના વૈષ્ણવાચાર્ય જોડાયા હતા. આ વ્રજ ૮૪ કોટની પરિક્રમા કુલ ૩૨ દિવસ ચાલનારી લીલી પરિક્રમામાં ધોળ કિર્તન અને મનોરથ જેવા કાર્યક્રમ યોજાયા હતા. આ પરીક્રમામાં કાકરોલી, ગીરીરાજની પરિક્રમા જામવત, કામવન, બરસાના, ગોકુલ, નંદગાવ, ગવલાવન, જમનાવન, કામવન, સહિતના ધાર્મિક સ્થળે જશે. પરિક્રમામાં ધોરાજીના વૈષ્ણવો કિશોરભાઈ વાગડીયા, સુરેશભાઈ દેવડા, જમનભાઈ વઘાસીયા સહિતના જોડાયા અને છપ્પનભોગના દર્શનનો લાભ લીધો હતો. વૈષ્ણવજનોએ મહાઆરતી ઉતારી તે તસ્વીર.

(1:15 pm IST)