Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ઓખા-રાજકોટ વચ્ચે ઇલેકટ્રીક્રિકેશન રેલ્વે લાઇનની કામગીરી આ વર્ષમાં પૂર્ણ થશેઃ પૂનમબેન માડમ

ખંભાળીયા રેલ્વે સ્ટેશને લિફટ, વાઇફાઇ, દિવ્યાંગો માટે શૌચાલયનુ લોકાર્પણ

ખંભાળીયા તા. ૧૯ :.. સાંસદ પૂનમબેન માડમના હસ્તે ગઇકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયાના રેલ્વે સ્ટેશન એફ. ઓ. બી. પર ચડવા ઉતરવા માટે આધુનિક લીફટની બન્ને પ્લેટ ફોર્મ પર સુવિધાનું લોકાર્પણ ગઇકાલે વિશાળ સંખ્યામાં લોકો આગેવાનો સાથે કરાયું હતું.

 

સાંસદ પુનમબેન માડમે જણાવ્યું ભારતના છેવાડાના દેવભૂમિ જિલ્લામાં રેલવેની સવલતોમાં વધારો થતાં જાય છે. આ દેશની ઉતમ વ્યવસ્થાનું ઉતમ ઉદાહરણ છે. અગાઉના સમયમાં જી. એમ.ને ડી. આર. એમ. મળતા ન હતાં. જયારે નવા ડી. આર. એમ. થોડા સમયે હાજર થઇને તમામ સ્ટેશનોની મુલાકાત સુવિધા વધારવાના પ્રયત્નો માટે વડાપ્રધાન મોદી તથા રેલ મંત્રીનો આભાર માનીને રાજકોટ ડીવીઝનના અધિકારીઓની કામગીરી બિરદાવી હતી.

 

સાંસદ પુનમબેન માડમે ખંભાળીયા લીફટના લોકાર્પણની સાથો સાથ ખંભાળીયા રેલ્વે સ્ટેશન પર વાઇહાઇ સુવિધા સાથે ઓખા, દ્વારકા, ઓખા મઢી, અખિયા ખાડા, ભોપલકા, થળીયા દેવાણી, લાખા બાવળ, મીઠાપુર ભાતેળ પીપળી વિ. રેલ્વે સેનાનો પર વાઇક્રાઇમ સુવિધા પણ મુકતી મુકી હતી તથા ખંભાળિયા, મોડપર, ભળીયા ત્યાલી, જામવણથલી તથા અલીયાબાડા એમ પાંચ રેલ્વે સ્ટેશનનો પર દિવાંગે માટે શૌચાલય પણ લોકાર્પણ થયું હતું.

સાંસદ પૂનમબેન દ્વારા તેમના દ્વારા થયેલ ટ્રેઇનોને સ્ટોપ આપવી, નવા સુવિધા શરૂ કરવી વિ.જાણકારી પણ આપવામાં આવી હતી તથા ચૂંટણી આવે ત્યારે કામકરતા રાજકારણીઓને બદલે ચૂંટણી પતી ગયા પછી આવી સુવિધા વધારવાના કાર્ય ભાજપના રાજકારણીઓ પ્રજા માર્ગ કરે છે તેમ જણાવીને કોંગ્રેસ પર કરાત કર્યો હતો.

ડી.આર.એમ.રાજકોટ૮ી પરમેશ્વર ટુંકવાલે પણ સ્વાગત પ્રવચન કર્ય હતું તથા કાર્યક્રમનું સંચાલન વિવેક તિવારીએ કર્યુ હતું તથા રેલ્વે સ્ટેશન માસીરશ્રી રાવળિયા, શ્રી અીનુ શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓ જોડાયા હતા.

કાર્યક્રમાં જિ.પં.પ્રમુખ પી.એસ.જાડેજા, ભાજપ જિ.પ્રમુખ કાળુભાઇ ચાવડા, ન.પા.પ્રમુખ શ્વેતાબેન ભાજપના અગ્રણીઓ હરીભાઇ નકુમ, મયુરભાઇ ગઢવી, મનારીભાઇ નંદાલિયા, મનુભાઇ મોટાણી, ધેલુભા જાડેજા, મનીતાબેન ત્રિવેદી યોગેશભાઇ મોટાણી, સવદાસ, અશોકભાઇ કાનાણી, મોહનભાઇ મોકરીયા, જયેશબાઇ ગોકાણી, પ્રતાપભાઇ તન્ના, વીર પાટ ગઢવી પી.એમ.ગઢવી, પરબતભાઇ આહિર, ધીરેનભાઇ બદિયાણી, મહેશભાઇ જોશી  ખીમભાઇ ભોચીયા, ઘનશ્યામસિંહ જાડેજા વિ.જોડાયા હતા.

રેલ્વેના દ્વિમાર્ગ કરવાનું કાર્ય જે અમદાવાદથી શરૂ થયું છે તે હાલ જામનગર - ખંભાળીયા વચ્ચે કાનાલૂસ સુધીનું મંજૂર થયેલું છે તે કાનાલૂસથી ઓખા છેવાડા સુધી મંજૂર થોડા સમયમાં કરવામાં આવશે તે માટે સાંસદ પૂનમબેન માડમ પ્રયત્નીલ છે.

રેલ્વેનું ઇલેકટ્રીકેશનનું કાર્ય જે ઓખા થી રાજકોટ સુધી મંજૂર થયું છે તેમાં હાપા રાજકોટ તો ટેસ્ટીંગ પણ થઇ ગયું છે તે આ વર્ષમાં છેક ઓખા સુધી ઇલેકટ્રીકલ થઇ જતાં ઇલેકટ્રીક એન્જીનથી સ્પીડ વધશે પ્રદુષણ ઘટશે તથા સમય પણ બચશે.

હાલ ઓખા-દ્વારકા જે પવિત્ર ચારધામ પૈકીનું એક યાત્રાધામ છે તેની સાથે ભારતના અનેક રાજયોની ટ્રેઇનો જોડાયેલી છે તેમાં વધારો કરવા રાજકોટ, જામનગર સુધી આવતી ટ્રેઇનો લંબાવવા પ્રયત્નો થશે તેમ પૂનમબેન માડમે જણાવ્યું હતું. (પ-૧૮)

(2:45 pm IST)