Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

લાલપુરમાં પૂરતુ પિયત છતા બળી ગયેલ પાકનું વૈજ્ઞાનિ કારણ શોધવા રજૂઆત

લાલપુર, તા. ૧૯ : લાલપુરના ૧૦થી વધુ ખેડૂતો દ્વારા પિયત આવ્યા બાદ પાક બળી ગયાની જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી છે કે ખેડૂતો વતી ચેતનભાઈ નાગલપરાએ રજૂઆતમાં જણાવેલ કે અમારા સર્વ નંબર પણ લાલપુર ગામ, જીલ્લો જામનગરમાં આવે છે. બધા ખેડૂતોએ પોતાના ખેતરમાં જે પાકનું વાવેતર કર્યુ છે તેમાં વરસાદ બાદ જે પાણી બોરથી અથવા વાવથી પાકમાં પિયત કરેલ, પિયત બાદ પાકમાં ત્રણ ચાર દિવસ બાદ પાક બળી જવાનો પ્રોબ્લેમ થાય છે અને અમુક ખેડૂતોને સંપૂર્ણ પાક નાશ પામેલ છે. તાત્કાલીક ધોરણે સ્થળ પર વૈજ્ઞાનિકો સાથે આવી મુલાકાત લઈ જણાતો પ્રોબ્લેમ અને તેને નીવારવાના ઉપાયો સુચવવા માગણી કરી છે.

(1:12 pm IST)