Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જામનગરમાં રોગચાળો : વોર્ડ વિસ્તારોમાં ફોગીંગ મશીન દ્વારા દવા છંટકાવ કરવા માંગણી

જામનગર, તા. ૧૯ : મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફીએ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય ખાતાને રજૂઆતમાં જામનગર શહેરને રોગચાળાના ભરડામાંથી બચાવવા માગણી કરી હતી. શહેરની પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બનતી જાય છે. હાલમાં વરસાદની સીઝન હોય અને રોગચાળો આખા શહેરમાં ફાટી નીકળેલ છે અને જેમાં તંત્ર દ્વારા અગાઉ દરેક વોર્ડમાં જુદા જુદા વિસ્તારમાં ફોગીંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવાનો હોય છે જે પણ કરેલ નથી અને દિવસેને દિવસે માંદગી, તાવ, ઉધરસ, શરદી જેવી બિમારીનું પ્રમાણ પણ વધવા લાગ્યુ છે.

છેલ્લા ૩ મહિનાની વાત કરીએ તો છેલ્લા ૩ મહિનામાં ડેન્ગ્યુના જુલાઈ માસમાં કુલ ૬૨, ઓગષ્ટમાં કુલ ૬૨ અને સપ્ટેમ્બર મહિનામાં કુલ ૭૫ જેટલા છેલ્લા ૩ મહિનામાં કુલ ૧૯૯ જેટલા કેસો નોંધાયા છે. જેમાં મેલેરીયાના કુલ ૧૫ કેસો નોંધાયા છે. જીવલેણ ગંભીર રોગ કોંગો ફીવરના અત્યાર સુધીમાં કુલ ૨ કેસો પોઝીટીવ મળેલ છે. એક મહિલા તબીબનો ભયંકર કોંગો ફીવરનો કેસ પોઝીટીવ બહાર આવેલ છે. જેના પરથી સાબિત થઈ રહ્યુ છે. આવી અનેક બિમારી જેવી કે ડેન્ગ્યુ, સ્વાઈન ફલુ જેવા ભયંકર રોગોનો કહેર પણ દિવસેને દિવસે વધવા લાગ્યો છે. તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(1:12 pm IST)