Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ચોટીલામાં એક રાતમાં ૪ તાળાં તૂટયાં, સુરેન્દ્રનગરમાં તબીબના મકાનમાંથી રોકડા અને ઘરેણાં, હોસ્ટેલમાંથી ફોન ચોરાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરો સક્રિય બન્યા

વઢવાણ, તા.૧૯: જિલ્લામાં કેટલાક સમયથી તસ્કરોનો તરખાટ વધ્યો છે. ૨-૩ દિવસમાં સુરેન્દ્રનગરમાં તબીબના મકાનમાંથી ૧૫ હજાર રોકડા, ઘરેણાં મળી ૩૩ હજારની મતા ચોરાઇ હતી. જયારે શિક્ષક તરીકે ફરજ બજાવતાં અને હોસ્ટેલમાં રહેતા રહીશનો મોબાઇલ ચોરાતાં ફરિયાદ નોંધાઇ છે. જયારે ચોટીલામાં એક જ રાતમાં ૪ મકાનોમાં ચોરી થઇ હતી. જો કે, કંઇ ચોરાયું ન હોવાથી આ મામલે ફરિયાદ નોંધાવા પામી નહોતી.

ચોટીલાની ભગવતી સોસાયટી, ખુશીનગર અને ગોકળધામ વિસ્તારમા એક સાથે ૪ જેટલા મકાનોના તાળા તુટ્યાનું બહાર આવ્યું હતું. એક જ રાતમા અલગ અલગ સોસાયટીઓમાં ૪ મકાનોના તાળા તુટતા લોકો માં રોષ ફેલાયો હતો. જયારે શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોલીસની રાત્રિ નોકરી મજબુત થાય અને ચોર ટોળકીને ઝબ્બે કરે તેવી માંગણી લોકોમાં ઉઠી છે. કારણે કે ગયા વર્ષે પણ એકસાથે અનેક વિસ્તારોમા ચોર ત્રાટકયા હતા અને હજુ સુધી આ બનાવમાં કોઇ જ ચોર ઝડપાયા નથી. ત્યારે એક જ રાતમાં ૪ થી૫ જેટલા મકાનોના તાળા તુટવાના બનાવ બાદ શહેરના તમામ વિસ્તારોમાં હોમગાર્ડ પોલીસ પહેરો મજબુત બનાવવા લોકો માંગ ઉઠી છે. આ અંગે ચોટીલા બીટના પોલીસ વિજયસિંહ સોલંકીએ જણાવ્યું કે અમોને જાણ કરી હતી.

સુરેન્દ્રનગરની અલકા સોસાયટીમાં રહેતા જયેશ ચંપકલાલ ગાંધી સર્જન તરીકે ડોકટરનો વ્યવસાય કરે છે. તેમનો પુત્ર રોઝીલ અમદાવાદ રહે છે. જયારે પત્નિ રીટાબેન અને પુત્રી ચૈતી મુંબઇ રહે છે.  બપોરના સમયે ડો.જયેશ ગાંધી તેમના માતા લીલાબેન અને પિતા ચંપકલાલ સાથે અમદાવાદ રહેતા પુત્રને ત્યાં ગયા હતા. જયાંથી તા. ૧૬ના રોજ આવતાં દરવાજો ખૂલ્લો હતો. તપાસ કરાતા ઘરમાંથી ૧૫ હજાર રોકડા, ચાંદીના ૧૫ સીક્કા રૂપિયા ૩ હજાર અને ચાંદીના ૪ નંગ ચોરસા જેની કિંમત રૂપિયા ૧૫ હજાર સહિત રૂપિયા ૩૩ હજારની મત્તાની ચોરી થયાનું જાણવા મળ્યુ હતુ. આ બનાવની વધુ તપાસ પીએસઆઇ ટી.ડી.બુડાસણા ચલાવી રહ્યા છે.(૨૩.૧૬)

(1:10 pm IST)