Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જૂનાગઢમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી

જૂનાગઢ : ગુજરાતના જીવાદોરી સમાનમાં નર્મદા પર બંધાયેલા સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ જળાશય સપાટીએ  પ્રથમ વખત એક ઐતિહાસિક રીતે ૧૩૮.૬૮ મીટરની ઊંચાઈ સુધી સંપૂર્ણ પણે ભરાઈ જતાં આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી  આજ રોજ જૂનાગઢમાં જિલ્લા કક્ષાની ઉજવણી નરસિંહ મહેતા સરોવર, શહિદ પાર્ક ખાતે જૂનાગઢ જિલ્લાના  પ્રભારી મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને તથા શહેરના મહનુભાવો,સંતો મહંતો, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આજ રોજ નરસિંહ મહેતા સરોવર ખાતે માં નર્મદામૈયાની આરતી, અર્ચન પૂજન અને વધામણા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ પુર્વે મંત્રીશ્રીએ જૂનાગઢને સ્વચ્છ અને પ્લાસ્ટીક મુકત રાખવા સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતુ.  કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગરબા અને સાહીત્યકાર અમુદાનભાઇ ગઢવી દ્વારા સાહીત્યરસની રસલ્હાણ પીરસી હતી. આ તકે સૈા જૂનાગઢવાસીઓને મેદ્યલાડુ વિતરણ કરવામાં આવ્યું હતુ.આ તકે સૈા કોઈ એ સ્વછતા અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવાના શપથ  લીધા હતા. આ તકે નર્મદાની યશોગાથા વર્ણવતી ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતુ. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સેજાભાઈ કરમટા, ડેપ્યુટી મેયરશ્રી હિમાંશુભાઈ પંડયા, જયોતી બેન વાછાણી, શશીભોજાણી, લીલતભાઈ સુવાગિયા,શ્રીનિલેશભાઈ ધુલેશિયા, વજુભાઈ હિરપરા, નટુભાઈ પટોળિયા, શશીકાન્ત ભીમાણી, પ્રદીપભાઈ ખીમાણી,સંજયભાઇ કોરડીયા,શ્રીજેઠાભાઇ પાનેરા, શ્રી રામશીભાઇ ભેટારીયા, પુનિતભાઇ, પુર્વ મેયર આદ્યાશકિતબેન મજમુદાર, યોગેન્દ્રસિંહજી પઢીયાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સ્વાગત પ્રવચન જૂનાગઢ કલેકટર ડો.સૈારભ પારદ્યી દ્વારા કરવામાં આવ્યું હતુ.  જયારે આભાર વિધિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવીણ ચૈાધરી દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા અધીક કલકેટરશ્રી ડી.કે.બારીઆ, પ્રાંત અધિકારી જવલંત રાવલ,નાયબ મ્યુનિ કમિ. નંદાણિયા, પોલીસ અધિક્ષકશ્રી સૈારભસિંદ્ય સહિત વરીષ્ઠ અધીકારીઓ, કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. હારૂન અને નફીસા વિહળ દ્વારા કરવામાં આવી હતી. (૪૫.૪)

(12:34 pm IST)