Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

મા નર્મદાના નીર થકી ઝાલાવાડનો સુકો પ્રદેશ હવે હરિયાળો બનશે : કુંવરજીભાઇ

ભૂતકાળમાં પીવાના પાણી માટે વલખા મારતા ગ્રામ્ય વિસ્તારો સુધી રાજય સરકારે સૌની યોજના દ્વારા પાણી પહોચાડયું : સુરેન્દ્રનગર જિલ્લામાં 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'ની ઉજવણી

વઢવાણ-સુરેન્દ્રનગર તા.૧૮ : ગુજરાતનીઙ્ગજીવાદોરીઙ્ગ સમાનઙ્ગનર્મદા ઙ્ગનદીઙ્ગપરના ઙ્ગસરદારઙ્ગસરોવરઙ્ગડેમ પૂર્ણ સપાટીએ એટલે કે,ઙ્ગ૧૩૮.૬૭ મીટર સુધી જળરાશીથી ભરાતા છે. સમગ્ર રાજયમાં ઙ્ગનર્મદાના નીરનું પૂજન કરી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો શ્નશ્નનમામિ ઙ્ગદેવીઙ્ગનર્મદેઙ્ગ મહોત્સવંં ઉજવણીઙ્ગકાર્યક્રમ યોજાયો હતો.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,ઙ્ગસુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા યોજનાની શાખા,ઙ્ગવિશાખા,ઙ્ગપ્રશાખા અને પ્રા-પ્રશાખાનું કુલ ૧૦,૧૮૬ કિ.મી. લંબાઈનાઙ્ગવિશાળ નેટવર્ક દ્વારા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય છેલ્લા કેટલાક વર્ષોથી હાથ ધરાયું છે. જે પૈકી શાખા નહેરોની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે,ઙ્ગજયારે વિશાખા અને પ્રશાખાની કામગીરી ૮૦ ટકા તથા પ્ર – પ્રશાખા (ભૂગર્ભ પાઈપ લાઈન) ની કામગીરી ૬૨ ટકા પૂર્ણ થઈ ગઈ છે.ઙ્ગહાલમાંઙ્ગજિલ્લાના તમામ શહેરો અને ગામોને નર્મદા આધારીત પીવાના પાણીનો લાભ મળી રહયો છેઙ્ગઅને મા નર્મદાના નીરના આગમનથી ઝાલાવાડનો સુકો ભઠ્ઠ પ્રદેશ હવે ઙ્ગહરિયાળો બનશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,ઙ્ગભુતકાળમાં પીવાના પાણી માટે વલખા મારતા ઝાલાવાડના ઙ્ગગ્રામ્ય વિસ્તારો સુધી સૌની યોજના દ્વારા નર્મદાના નીર પહોંચાડી રાજય સરકારે તેમની પીવાના પાણીની જરૂરિયાત પૂર્ણ કરી છે.ઙ્ગસૌની યોજના અંતર્ગત નર્મદા યોજનાનું વધારાનું ૧ મીલીયન એકર ફીટ પાણી લીફ્ટ કરી પાઈપલાઈન મારફત સૌરાષ્ટ્રનાઙ્ગ૧૧૫ જળાશયોઙ્ગભર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું

આ પ્રસંગે મંત્રીશ્રીએ જળપૂજન કરી નર્મદા મૈયાના નીરના વધામણા કર્યા હતા તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત કાર્યક્રમ સ્થળે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી ડો.મહેન્દ્રભાઈ મુજપરા અને ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું તેમજ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશકુમાર રાજયગુરૂએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અને પ્રાંત અધિકારીશ્રી વિજય પટણીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમના અંતમાંઙ્ગ દુધરેજ વડવાળા મંદિરનાઙ્ગ સૌજન્યથી પ્રસાદીરુપે મેદ્યલાડુનુઙ્ગ વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે પ્રભારી સચિવશ્રી અનુરાધા મલ્લ,ઙ્ગજિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ,ઙ્ગજિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા,ઙ્ગનિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ઝાલા,ઙ્ગનગરપાલિકાના પ્રમુખશ્રી વિપીનભાઈ ટોળીયા તેમજ અગ્રણીઓ સર્વશ્રી દિલીપભાઈ પટેલ,ઙ્ગશંકરભાઈ વેગડ,ઙ્ગજીજ્ઞાબેન પંડયા,ઙ્ગમનહરસિંહ રાણા,ઙ્ગજશુભા ઝાલા,ઙ્ગવિરેન્દ્ર આચાર્ય સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.

(12:30 pm IST)