Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જૂનાગઢમાં સાંપ્રત સંસ્થાની મુલાકાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

જૂનાગઢઃ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - જૂનાગઢ (અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા) સંસ્થામાં કુલ ૭૩ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો ૨૪ કલાક નિવાસ કરે છે. તા.૧૫ના રોજ રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સંસ્થાની મુલાકાત લીધી. તેમની સાથે જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પટેલ, ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડો.વિશાલ જોષી, શ્રી પુરોહિત વગેરે મોટી સંખ્યામાં મહાનુભાવોએ સંસ્થાની મુલાકાત લીધી. મંત્રીએ સંસ્થાના અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોની સાથે સમય વિતાવેલ. તેમજ સંસ્થાના આવા બાળકોની કામગીરી નિહાળી ભાવવિભોર થયા. તેમજ સંસ્થામાં નિવાસ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોને હાથ મિલાવી સહાનુભૂતિ દર્શાવી હતી. આ તકે સંસ્થા વતી સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર દ્વારા મંત્રીને શાલ ઓઢાડી આભાર વ્યકત કર્યો હતો. તેમજ જૂનાગઢના નવનિયુકત મેયર ધીરૂભાઈ ગોહીલને પણ શાલ ઓઢાડી આભાર વ્યકત કરેલ. તથા સાથે આવેલ તમામ મહેમાનોનો આભાર વ્યકત કરેલ તેમ સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.(૩૭.૫)

(12:30 pm IST)