Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

હળવદ પંથક વિવિધ સ્થળે નમામી દેવી નર્મદે મહોત્સવ ઉજવાયો

હળવદ,તા.૧૯: ગુજરાતની જીવાદોરી સમાન મનાતી નર્મદા નદી અને કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમ તેના નિર્માણ બાદ સૌપ્રથમ વખત તેની પૂર્ણ સપાટીએ છલકાઈ રહ્યો છે ત્યારે ગુજરાત ના તમામ જિલ્લા તેમજ તાલુકા મથકો ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવવાનું સરકાર દ્વારા નક્કી કરાયું હતું ત્યારે હળવદમાં પણ વિવિધ સ્થળો પર મા નર્મદાના વધામણા કરી આ મહોત્સવ ને સૌએ હર્ષભેર ઉજવ્યો હતો

નર્મદા મહોત્સવ વધામણાં નો કાર્યક્રમ હળવદ માં જિલ્લા પંચાયત બેઠક દિઠ ઉજવવામાં આવ્યો હતો જેમાં ચરાડવા ખાતે આવેલ ગામ તળાવખાતે મા નર્મદાના પાણી અને નવા આયેલા વરસાદી પાણી ને વધામણા કરવામાં આવ્યા હતા જેમાં તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ,જેરામભાઈ સોનગરા સહી ગ્રામજનો હાજર રહ્યા હતા જયારે ભલગામડા ખાતે ના દીદ્યડીયા રોડ પર આવેલ બ્રાહ્મણી નદી ને તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ અન્ય આગેવાનો અને ગ્રામજનો દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા જયારે માથક બેઠકની ઉજવણી દીદ્યડિયા શકિત માતા ના મંદિર પાસેની બ્રાહ્મણી નદી ખાતે કરવામાં આવી હતી સાપકડા બેઠકની ઉજવણી ચંદ્રગઢ ગામે આવેલ નર્મદા કેનાલ કાંઠે કરાઇ હતી જયારે ટીકર બેઠકની ઉજવણી ટીકર નજીક આવેલ નર્મદા કેનાલ કાંઠે યોજાઇ હતી

હળવદમાં આવેલા ઐતિહાસિક તળાવ માં પણ નર્મદાનીર અને વરસાદ આવેલા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા તો સાથે જ હળવદ સરકારી દવાખાનાઙ્ગ રાષ્ટ્રના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી ના ભાગ રૂપે નિશુલ્ક મોનસુન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . આ તકે હળવદ ના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા , ઇન્દુભા ઝાલા , વિપુલ એરવાડિયા , નવીન મડ્રેસણીયા વિગેરે આગેવાનો દ્વારા હળવદ ના સરકારી દવાખાના ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યુ હતું.

(12:28 pm IST)