Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ઉના ફાયરીંગ પ્રકરણમાં મુખ્ય પાંચ આરોપીઓને પકડી પાડવા માગણીઃ સંધી મુસ્લીમ સમાજ દ્વારા આવેદન

ઉના તા ૧૯ : મહોરમના તાજીયાના જુલુસમાં થયેલ મારામારી તથા ફાયરીંગના બનાવમાં મુખ્ય પાંચ આરોપીઓને પકડી પાડવા કડક પગલા લેવા ઉના તાલુકા સંધી મુસ્લીમ સમાજે પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપી ઉગ્ર આંદોલન, આત્મ વિલોપનની ચિમકી આપી છે.

ઉના તાલુકા સંધી મુસ્લીમ સમાજના પ્રમુખ સલીમભાઇ ઉસ્માનભાઇ ઉન્નડજામ ઉર્ફે મુન્નાભાઇ ઉમેજવાળાની આગેવાની હેઠળ જુનાગઢ જીલ્લા સંધી સમાજના આગેવાન હુશેનભાઇ હાલા, રાજુલાના આગેવાન હબીબભાઇ જોખીયા, તથા ઉના તાલુકા શહેર સંધી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો ઉના પ્રાંત અધિકારી જઇ ગુજરાતના ગૃહમંત્રીને ોખેલ આવેદન પત્ર આપી જણાવેલ કે મહોરમના તાજીાયાના જુલુસમાં ફાયરીંગ, મારામારી થતાં પાંચ લોકો ઘવાયા હતા, જેમાં બંન્ને પક્ષે પોલીસ ફરીયાદ નોંધાઇ છે, તે પૈકી એક ફરીયાદમાં ૧૩ આરોપીઓ પૈકી ૮ આરોપીઓને પકડેલ છે બાકીના પાંચ મુખ્ય આરોપીઓ પકડવાના બાકી છે તેને પકડવા તેમજ આ ગુનામાં મુખ્ય આરોપી પોતાની આર્થિક સધ્ધરતા અને સમગ્ર મુસ્લીમ સમાજમાં ભયનું વાતાવરણ તે અને તેના માણસો દ્વારા ફેલાવી, દહેશત ફેલાવે છે. તોમની સામે પગલા નહીં લેવામાં આવે તો આવતા દિવસોમાં સમસ્ત સંધી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે ઠેર ઠેર ઉપવાસ આંદોલન કરશે એમ ઉના પ્રાંત કચેરી  સામે આત્મવિલોપન કરવાની ચીમકી તાથા પટસ્થ તપાસ કરી ન્યાય આપવા આવેદન સાથે માંગણી કરી છે

(12:20 pm IST)