Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ગારીયાધારના વેળાવદર ગામે સાવજોના આંટા-ફેરાથી ખેડુત પરિવારો પરેશાન

દિવસ અને રાત્રીના ઓચિંતા વાડી વિસ્તારોમાં સામે આવી જતા દોટ મુકતા ખેડુતો : બે સાવજ, ત્રણ સિંહણ,ચાર બચ્ચાનો વસવાટ

ગારીયાધાર તા.૧૯: ગારીયાધાર પંથકના વેળાવદર ગામ નજીકના ડુંગરાળ જંગલ વિસ્તાર હોવાથી અહિં સાવજોના કાયમી રહેણાંકી વિસ્તાર બન્યો છે પરંતુ વાડીએ કામ કરતા ખેડુતો માટે રોજની હેરાનગતી શરૂ થઇ હોવાની રાવો ઉઠી રહી છે.

વેળાવદર ગામ નજીકમાં ડુંગરાળ જંગલ વિસ્તાર હોવાથી અહિં બે સાવજ, ત્રણ સિંહણ અને ચાર બચ્ચાઓનો અહિં વસવાટ લાંબા સમયથી રહેવા પામ્યો છે. વાતાવરણ અનુકુળ આવતા અને ગ્રામ્યજનોની કોઇપણ પ્રકારની છેડછાડ ન હોવાથી અહિં સિંહોનો કાયમી વસવાટ થયો છે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સાવજોના ટોળા દ્વારા વેળાવદર નજીકમાં શિકાર માટે દિવસ-રાત ખેડુતોની વાડીઓમાં ઘુસી જતા હોવાથી ઓચિંતા ખેડુતોના સામે આવી જતા હોવાની ઘટનાઓ બનવા લાગી છે. જેના કારણે ખેડુતો માટે હેરાનગતીમાં વધારો થવા પામ્યો છે.

વન વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી વેળાવદર વાડી વિસ્તારથી  દુર ખસેડાય તે જરૂરી બન્યુ છે.

(12:19 pm IST)