Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

બગસરા-દ્વારકા એસ.ટી.રૂટનો પ્રારંભઃ પ્રથમ મુસાફરી બાવકુભાઇ ઉઘાડે મુસાફરો સાથે કરી

વડિયા-દામનગરઃ બગસરા દ્વારકા એસટી બસનો પ્રથમ રૂટ શરૂ કરવામાં આવ્યો જોકે કેટલાયે સમય થી વડિયા કુકાવાવની જનતા દેવોની ભૂમિ દ્વારકાએ દર્શન માટે વાહનોની અગવડતા થી હેરાની પરેશાન થતા ત્યારે લોકોની માંગણીઓ પૂર્વમંત્રી બાવકુભાઈ ઉધાડને કરાઈ ત્યારે પૂર્વમંત્રી બાવકુભાઈ દ્વારા આર.સી.ફળદુને માગણી મૂકી અને યુદ્ઘના ધોરણે બગસરા દ્વારકા રૂટની એસટી બસને શરૂ કરવામાં આવી છે. જેમાં બગસરાથી કુંકાવાવ પહોંચી ત્યારે આ રૂટની બસનું વાજતે ગાજતે સ્વાગત કરાયું અને કુકાવાવથી પૂર્વમંત્રી બાવકુભાઈ ઉદ્યાડ,બાવાલાલ મોવલિયા,ગોપાલભાઈ અંટાળા,સુભાસભાઈ સરપંચ,કિશોરભાઈ ગોસાઈ,વિનુભાઈ લુણાગરિયા સહિતના ભાજપના કાર્યકરો વડિયા સુધી ભાજપનો ખેસ પહેરીને મુસાફરી કરી અને વડિયાની જનતા ઢોલનગારા સાથે શૈલેષ ઠુમર, મહમદ સુમરા,દિનેશ રામાણી,તાલુકા પંચાયત સદસ્ય જયસુખ ભુવા,હસમુખ બુહા,નિલેશ પરમાર,ગ્રામપંચાયત તલાટી કમ મંત્રી સહિતનું માનવ મહેરામણ આ એસટી બસનું બસસ્ટેન્ડ પર ઉસ્માભર્યું સ્વાગત કરવા પહોંચ્યું અને પૂર્વમંત્રી બાવકુભાઈ હસ્તે એસટી બસ અને દ્રાઈવર અને કંડકટરના ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું અને વિધિવત બસને રૂટ પર ખુલ્લી મુકાઈ જોકે હાલ એસટી બસમાં ધારાસભ્યની અનામત સીટ હોઈ છે પરંતુ આ સીટનો કોઈ ધારાસભ્યએ ઉપયોગ ન કર્યાનું લોકોમાં જણાય રહ્યું છે ત્યારે પહેલી વખત પૂર્વમંત્રી અને પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉદ્યાડે મુસાફરી કરીને આનંદ લીધો હોવાનું પણ માની શકાય છે.(૨૩.૧૪)

(12:18 pm IST)