Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

વોલીબોલ રમતા રમતા વિજ શોક લાગતા મહુવાના મોટી જાગધારના ખેલાડીનું મૃત્યુ

ભાવનગર તા ૧૯ : ભાવનગર પંથકમાં વોલીબોલ રમી રહેલા યુવાનનુ ંઇલે. શોક લાગતા મોત નિપજયાનો બનાવ બનવા પામ્યો છે.

મળતી વિગતો મુજબ જીલ્લાના મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે રહેતા મનસુખભાઇ રવજીભાઇ શિયાળ ઉ.વ.૨૫ અને અન્ય યુવાનો વોલીબોલ રમી રહયા હતા, ત્યારે ફોકસ લાઇટ સાથે બોલ અથડાતાં ફોકસમાંથી જીવંત વાયર તુટી મનસુખભાઇ ઉપર પડતાં મનસુખભાઇને ઇલે.શોક લાગતા તેને બેભાન હાલતે હોસ્પિટલે ખસેડાયેલ જયાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવથી ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

ફાંસો ખાઇ આપઘાત

શિહોરમાં રાજીવનગર વિસ્તારમાં રહેતી માયાબેન રમેશભાઇ ચોૈહાણ ઉ.વ.૨૬ એ તેણીના ઘેર કોઇ અકળ કારણોસર ગળા ફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ અંગે શિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(12:16 pm IST)