Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ગોંડલના દેરડી (કુંભાજી)ની સેવાયજ્ઞમાં દાતાઓના સહકારથી વધુ એક સુવિધા : અંતિમયાત્રા માટે ત્રીજો વિસામો

મોવીયા, તા. ૧૯ : સ્વ.નાનુબેન મોહનભાઈ દેવાણીની પુણ્યતિથિ નિમિતે શ્રી વાલજીભાઈ મોહનભાઈ દેવાણી રાજકોટ દ્વારા દિવંગત માતુશ્રીની યાદમાં ગામના ગોંદરે સ્મશાનયાત્રા માટેનો ત્રીજો વિસામો બનાવી આપી દેવાણી પરિવારે સાચા અર્થમાં પૂણ્યતિથિ ઉજવી સામાજીક સેવાની જયોત જલાવી સમાજમાં સેવાનો સંદેશ પહોંચાડવા પ્રયત્ન કરેલ છે.

સ્વર્ગસ્થ પાછળ જમણવાર જેવા કાર્યક્રમો યોજવાને બદલે સમાજ ઉપયોગી સેવા કરી તિથિ ઉજવવા દેવાણી પરિવારે જણાવ્યુ હતું. કૈલાસધામ સમિતિના સહકારથી સ્વર્ગસ્થના દેવાણી પરિવાર દ્વારા ત્રીજો વિસામા અને તેની આજુબાજુ વિશેષ સુવિધા ઉભી કરી કાયમી સ્વચ્છતા જળવાય તેવા પ્રયત્ન કરવામાં આવેલ છે.

સાથે સાથે દિવંગતની યાદમાં એક વૃક્ષ વડલો રોપવામાં પણ આવેલ છે. તેને ઉછેરવાની જવાબદારી રાજુભાઈ મકવાણા, રામજી પટેલ, મહેન્દ્રભાઈ મકવાણા, અરવિંદ મકવાણાએ સહર્ષ સ્વીકારી તેનું જતન કરે છે. તેમજ આ તકે દેવાણી પરીવારના સભ્યો શંભુભાઈ દેવાણી, ભીખુભાઈ દેવાણી, છગનભાઈ દેવાણી, મુળજીભાઈ દેવાણી, નયન દેવાણી તથા બાળગોપાલ સરપંચ શૈલેષભાઈ ખાતરા, સામાજીક આગેવાન ભીખાભાઈ ગોળ તથા કૈલાસધામ સમિતિના મનુભાઈ ગોળ, અશોકભાઈ બેરા તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. તે તસ્વીરમાં નજરે પડે છે. તેમજ કૈલાસધામ સમિતિના સભ્ય શ્રી મકનના માર્ગદર્શન નીચે આ સુવિધા ઉભી કરવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(12:16 pm IST)