Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પ્રભાસ પાટણ કોલેજમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ ઓઝોન દિવસ ઉજવાયો

પ્રભાસ પાટણ તા. ૧૯ :.. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સ્વામીનારાયણ બી.એઙ કોલેજ પ્રભાસ પાટણ ખાતે ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાલીમાર્થીઓમાં નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવેલ બી.એઙ કોલેજના પ્રિન્સીપાલ પી. બી. છાત્રોડીયા એ પીપીટી દ્વારા ઓઝોન દિવસની વિસ્તૃત સમજ આપવામાં આવેલ.

આ પ્રસંગે લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર નરેશભાઇ એન. ગુંદરણીયાએ જણાવેલ કે ઓઝોન દિવસ દરે વર્ષે આખી દુનિયામાં ૧પ સપ્ટેમ્બરે ઉજવાય છે. આ વર્ષે ઓઝોન દિવસ ર૦૧૯ ની થીમ- છે. ઓઝોન દિવસનો ઉદેશ્ય ઓઝોન પરતના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવાનો છે.

ઓઝોન લેયર ઓઝોન અણુઓની એક લેયર છે. જે ર૦ થી ૪૦ કી.મી.ની અંદર વાયુમંડળમાં જોવા મળે છે. ઓઝોન લેયર પૃથ્વીને સુર્યના હાનિકારક અલ્ટ્રા વાયલટ કિરણોથી બચાવવાનું કામ કરે છે. ઓઝોન લેયર વગર જીવન સંકટમાં પડી શકે છે. કારણ કે અલ્ટ્રા વાયલટ કિરણો જો સીધી ધરતી પર પહોંચી જાય તો તે મનુષ્ય વૃક્ષ છોડ અને જાનવરો માટે પણ ખુબ ખતનાક બની શકે છે. આવામાં ઓઝોન લેયરનું સંરક્ષણ ખુબ જ મહત્વપૂર્ણ છે. ઓઝોન લેયરને માણસો દ્વાર બનાવેલ કેમિકલ્સથી ઘણુ નુકશાન થાય છે.

આ કમિકલ્સથી ઓઝોનની લેયર પાતળી થઇ રહી છે. ફેકટરી અને અન્ય ઉદ્યોગમાંથી નીકળનારા કેમિકલ્સ હવામાં ફેલાઇને પ્રદુષણ ફેલાવી રહ્યા છે. ઓઝોન લેયર બગડવાથી જળવાયુ પરિવર્તન થઇ રહ્યું છે. આવામાં હવે ગંભીર સકંટને જોતા દુનિયાભરમાં તેના સંરક્ષણને લઇને જાગૃત બનવાની જરૂર છે.

આ પ્રસંગે ભાગ લીધેલ તમામ તાલીમાર્થીઓને પ્રમાણ પત્ર તથા નાસ્તો આપવામાં આવેલ અને દરેક સ્પર્ધાઓમાં એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરેલ તાલીકાર્થીઓની શિલ્ડ તથા પ્રમાણ પત્ર આપી પ્રોત્સાહીત  કરવામાં આવેલ.

(12:14 pm IST)