Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

માણાવદર એસબીઆઇ બેંક બહારપરા બ્રાંચે ૧ વર્ષથી વિદ્યાર્થીઓની લોન જ પાસ નથી કરી ?!

સરકાર બેટી બચાવો - બેટી પઢાવોના ગાણા ગાય છે ત્યારે

માણાવદરની એસબીઆઇ બ્રાંચ બહારપરામાં એટીએમમાં ઘુસી ગયેલી ગાય તસ્વીરમાં નજરે પડે છે. તે બેંકની લાપરવાહીનો નમુનો છે. (તસ્વીરઃ ગીરીશ પટેલ)

માણાવદર તા.૧૯: માણાવદર એસબીઆઇ બહારપરા બ્રાન્ચમાં છેલ્લા ૧ વર્ષથી વધુ સમય પહેલા તા.૧૬-૭-ર૦૧૮ના રોજ અરજી કરેલ વિદ્યાર્થી લોન મેળવવા જુનાગઢની એક કોલેજમાં આ વિદ્યાર્થીની કોમ્પ્યુટર સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ અર્થે લોન મેળવવા પુરતા તમામ કાગળો પૂરા પાડેલ પરંતુ આ બ્રાન્ચના અધિકારીની લાપરવાહીના કારણે આજે એક પુત્રી-બેટીને ફી ભરવાના રૂપિયા નહિ મળતા તેના ભવિષ્ય સાથે સીધા ચેડા થયા છે.

૧ વર્ષથી આ લોન અરજી પ્રત્યે આ બ્રાન્ચ જવાબદાર અધિકારીની ઉચ્ચ કક્ષાએ રજુઆતો બહેરાકાને અથડાય છે એકબાજુ બેટી-પઢાવો બેટી બચાવોના પી.એમ. મોદીના નારાને એસ.બી.આઇ. માણાવદર બ્રાન્ચે ઉલાળીયો કર્યો છે.

જુનાગઢ પણ રજુઆત કરી તેઓ પણ ગંભીર બેદરકારી દાખવી છે ત્યારે એક દિકરીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અધિકારીને તાકીદે ડીસમીસ કરો કેમ કે લોન પાસ ન થઇ તેથી ફી ન ભરી શકયા જો આ લોનમાંથી ફી ભરવાની હતી તે કોલેજ હજી વારંવાર ફીની ઉઘરાણી કરી રહેલ છે. કોઇના કુટુંબનો માળો વિખાય તે પહેલા જવાબદારો સામે પગલા લો. અધુરામાં પુરૂ એસબીઆઇ બહારપરા બ્રાન્ચમાં એટીએમમાં ગાયોના ધામા નજરે પડે છે કેટલી બેદરકારી છે.

(12:13 pm IST)