Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પોરબંદરની તળપદ પ્રા.શાળાનાં શિક્ષિકા તારાબહેન ડોડીયાને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ

પોરબંદર, તા.૧૯:  શિક્ષક દિન નિમિત્તે પોરબંદરનાં બિરલા હોલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના શિક્ષક દિન અને શ્રેષ્ઠ  શિક્ષક પારિતોષિક કાર્યક્રમમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડનાં અધ્યક્ષશ્રી મુળુભાઇ બેરાનાં હસ્તે પોરબંદરની તળપદ પ્રાથમિક શાળાનાં શીક્ષિકા તારાબેન ડોડિયાને શ્રેષ્ઠ જિલ્લા પ્રાથમિક શીક્ષકનો પુરસ્કાર એનાયત કરાયો છે. તળપદ શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા પ્રજાપતિ શનિએ કહ્યું શિક્ષણની સાથે વેસ્ટ માથી બેસ્ટ કઇ રીતે બનાવવુ તે તારા મેડમે શીખવ્યુ છે.

સમાજમાં શિક્ષણ જગત એક જ એવુ ક્ષેત્ર છે કે જેમા સેવા આપનારને ગુરૂનું પદ મળે છે. વ્યકતિ, સમાજ અને દેશનાં દ્યડતરમાં શિક્ષકનું યોગદાન ખુબ જ મહત્વનું હોય છે.  જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે. તેમ વિધાર્થીઓને દરરોજ અભ્યાસનાં ભાગરૂપે કંઇકને કંઇક નવુ નવુ શીખવીને શીક્ષક સમાજમાં ઉચ્ચ નિર્માણનું કાર્ય કરે છે.

શ્રી પે.સે. તળપદ કન્યા શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકા તારા ડોડીયાએ હર્ષની લાગણી વ્યકત કરતા કહ્યુ કે, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળતા મને વધુને વધુ કામ કરવાની પ્રેરણા મળી છે. મારા ૧૯ વર્ષનાં શિક્ષિકા તરીકે કરેલા કર્મનુ મને ફળ મળ્યું છે. હું ધો. ૬ થી ધો.૮ સુધી સામાજિક વિજ્ઞાન ભણાવું છુ. આ વિષય બાળકોને સરળતાથી સમજાય તે માટે હું થીયરીની સાથે સાથે પ્રેકટીકલ વર્ક થકી પણ સમજાવુ છુ.

વિધાર્થીઓને પ્રોજેકટરનાં માધ્યમથી જ્ઞાન આપવું, ઐતિહાસિક સ્થળોની રૂબરૂ મુલાકાતે વિધાર્થીઓને લઇ જવા, સામાજિક વિજ્ઞાન થકી વિવિધ વિષયોથી બાળકોને માહિતગાર કરવા, શિક્ષણ ઉપરાંત બાળકોને વેસ્ટ માથી બેસ્ટ બનાવતા શોખવવું, ઇનોવેશન રમત ગમત વાંચન શીખવવુ, વુક્ષારોપણ સહિતની કામગીરી થકી બાળકોને શિક્ષણની સાથે કેળવણી પુરી પાડવામાં આવે છે.

શિક્ષિકાએ વધુમા જણાવ્ય કે, વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સિલ્વર મેડલ મળેલો, વર્ષ ૨૦૧૮માં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે શ્રેષ્ઠ ટીચરનો એવોર્ડ મળેલ છે. ઉપરાંત ત્ત્પ્ અમદાવાદ ખાતે સ્પર્ધામાં હુ ઝોન કક્ષા સુધી પહોચી છું, ઉપરાંત સામાજિક વિજ્ઞાન પ્રદર્શનમાં ચૂંટણી પ્રક્રિયાનું બુથ બનાવીને વિધાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા વિશે વિસ્તારથી સમજ પુરી પાડી હતી તે કામગીરીને કલેકટરશ્રીએ બિરદાવી હતી.

તળપદ શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા ગૌસ્વામી ચૈતાલી અને ઉતર પ્રદેશનાં પ્રજાપતિ શનિએ જણાવ્યું કે, તારા મેડમ પાઠ્ય પુસ્તકમા જે વિષય ભણાવે છે તે જ વિષય પ્રોજેકટરનાં માધ્યમથી તથા પ્રદર્શન દ્રારા પણ ભણાવે છે જેથી સરળતાથી યાદ રહે, અભ્યાસનાં ભાગ રૂપે મેડમ ઐતિહાસિક સ્થળોની મુલાકાતે લઇ જાય છે. ઐતિહાસિક બાબતોનાં વીડિયો બનાવવામાં આવે છે. જેથી વિધાર્થીઓને અભ્યાસમાં રસ જળવાઇ રહે છે. અને ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે.

તળપદ પ્રા. શાળાના આચાર્ય અટારા ખ્યાતિ બહેને જણાવ્યું કે, શિક્ષિકા વિધાર્થીઓને શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃતિ કરવા માટે પણ પ્રેરણા પુરી પાડે છે. વેસ્ટ માથી બેસ્ટ બનાવવુ જેમા રાખડી, બર્થ ડે કાર્ડ, ફલાવર પોર્ટ, પેન સેટ વગેરે બાળ મેળામાં કામગીરી કરે છે. રાજય સરકાર દ્રારા ગાંધીનગરથી રજુ થતો કાર્યક્રમ મીનાનો રેડીયો સ્ટોરી  વાર્તા દર મંગળ અને શુક્રવારે રજુ કરવામાં આવે છે. તેનુ સંચાલન કરે છે. વિશેષમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે, શાળામાં ધો. ૧ થી ધો. ૮ સુધી ૨૮૦ વિધાર્થીઓ છે. અને ૧૦ શિક્ષકો છે. મધ્યાહન ભોજન યોજના થકી શાળાનાં મેદાનમાં દરરોજ ૧૫૦ થી ૧૭૫ જેટલા બાળકો જમે છે. સ્કૂલના શિક્ષિકા તારા ડોડીયાએ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકનો પુરસ્કાર મળ્યો જે અમારા તમામ શિક્ષકો અને શાળા માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત શિક્ષિકાએ કરેલી કામગીરીને શાળાએ કરેલા સહયોગ બદલ તળપદ શાળાને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું છે.(૨૩.૧૫)

(12:11 pm IST)