Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ખેલ મહાકુંભમાં ઓમકાર સ્કુલનું શાનદાર પ્રદર્શન

જસદણઃ ખેલ મહાકુંભ ૨૦૧૯ માં જસદણની ઓમ્કાર સ્કૂલ ના ખેલાડીઓ વિવિધ રમતમાં શાનદાર પ્રદર્શન કરીને સ્કૂલનું નામ રોશન કર્યું છે તાલુકા કક્ષાએ રસ્સા ખેંચમાં પ્રથમ, વોલીબોલમાં પ્રથમ તેમજ એથલેટિકસ ભાઇઓમાં ગુડલીયા વિકાસ ૨૦૦ મીટર દોડમાં પ્રથમ, વસોયા રવિ બરછી અને ગોળાફેંક માં પ્રથમ, લાંબીકૂદમાં મકવાણા કમલેશ પ્રથમ, ઉચીકુદમાં વાલાણી વિકાસ પ્રથમ તેમજ બહેનોમાં રામાણી મિલિ ૮૦૦ મીટર દોડમાં બીજો તેમજ જિલ્લા કક્ષાએ કબડ્ડી ટીમ અંડર-૧૪માં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને રાજય કક્ષાએ રમવા જશે. ઉપરાંત રાજયકક્ષાએ ૩૦૦૦ મીટર દોડ માં સોસા વિશાલ, ૫૦૦૦ મીટર દોડમાં કુમરખણિયા અશ્વિન, હેમર થ્રો માં ભુવા જેનિશ અને ગોહિલ હર્ષરાજ, ૧૦૦ મીટર વિઘ્નદોડમાં ભુવા પ્રિન્સ પસંદગી પામીને શાળાનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળા પરિવાર અને ટ્રસ્ટીગણે શુભકામના પાઠવીને અભિનંદન આપેલ છે. આ રમતવીરોને તાલીમબધ્ધ કરવા માટે શાળાના કોચ સંજયભાઈ ગોહિલ અને નિકુંજભાઈ નિમ્બાર્કે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર ધર્મેશ કલ્યાણી .જસદણ)

(12:07 pm IST)