Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

શાપર વેરાવળમાં પીવાના પાણીના સાંસા જયારે ગટરોમાં ગંદા પાણીની રેલમછેલ

સરપંચ ફોન ઉપાડતા નથી તલાટીને મહિલાઓએ રૂબરૂ રજુઆત કરી

શાપર વેરાવળ તા. ૧૯ :.. રાજકોટ નજીકમાં આવેલ ઔદ્યોગીક ઝોન ગણાતા શાપર વેરાવળમાં આવેલ ગાયત્રીનગરમાં ગંદા પાણીની રેલમછેલમ તેમજ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે.

ગાયત્રીનગરમાં છેલ્લા ૧પ દિવસથી વેરાવળ ગામ પંચાયત દ્વારા રોડના કામ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે ૧પ દિવસથી કામ બંધ હોય ત્યારે લોકોને ચાલીને કે બાઇક લઇને નીકળવું ભારે મુશ્કેલી ન સામનો કરવો પડી રહ્યો છે તેમજ ગંદકીના ગજ જોવા મળી રહો છે તથ મચ્છરો ન ત્રાસ વધી ગયો છે. લોકોના ઘરે બીમારીના ખાટલા છે.

ગાત્રીનગરની મહિલાઓ દ્વારા અનેકવાર સરપંચને ફોનથી કોન્ટેક કરતા સરપંચનો ફોન રીસીવ થતો નથી તેમજ ગ્રામ પંચાયત રૂબરૂ જય ફરીયાદ કરતા તલાટી મંત્રીએ સરપંચને ફોનથી જાણ કરતા સરપંચે કહેલું કે હું કોટડા સાંગાણી છું સરપંચ પોતે પોતાની ઘરે હોવા છતાં ખોટું બોલી રહ્યા છે. તેમ રજુઆત કરવા ગયેલ મહિલાઓએ જણાવ્યું હતું.

(12:26 pm IST)