Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

કોટડાસાંગાણીનાં ખેડુતોને પાક વિમો ચૂકવવા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની માંગણી

વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવતા નરેન્દ્રસિંહ જાડેજા

રાજકોટ તા.૧૯ : કોટડાસાંગાણી તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને રાજપરા જુથ સેવા સહકારી મંડળી લી. ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી કોટડાસાગાણી ખેડુતોને પાક વિમો ચુકવવા માંગણી કરી છે.

તેઓએવધુમાં જણાવ્યું છે કે કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોને કે જેવાએ સહકારી મંડળીઓ મારફત ધીરાણ (ક્રોપલોન) લીધી છે  તેઓને હજુ સુધી તેનો મંજુર થયેલો (૧૭ ટકા) વીમો ચુકવાયો નથી. જયારે આજ સુધી વિમા કાુ. એ જે ખેડુતોને નેશનલાઇઝ બેંકોમાંથી ધીરાણ લીધુ છે તેઓને પાક વીમો ચુકવી આપ્યો છે. પાક વીમો પોલીસી અને વિમો લેનાર કાુ. એક જ છે. બધા જ ખેડુતો (જિલ્લાઆખાના) પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત જોડાયેલા છે તો આવું શા માટે ?

તાલુકાના ખેડુતો કે જેઓએ સહકારીમંડળીઓ મારફત ધીરાણ લીધુ છે તે મંડળીઓ રાજપરા, રામોદ, સાંઢવાયા, સતાપર, અરડોઇ, મેંગણીનવી,  ખરેડા, વેરાવળ, શાપર વિગેરે મંડળીના સભાસદો ક્રોપ લોન પરમંજુર થયેલા કપાસ પાકનો ૧૭ ટકા પાક વીમાના સાત કરોડથી વધુ રકમ થવા જાય છે. જે  ત્રણ - ત્રણ માસ થવા આવ્યા છતા ચુકવાયા નથી. અત્યારે ખેડુતોને રઆ રકમ ખુબ ટેકારૂપ બની શકે. અમારી જાણ મુજબ આપે સેક્રેટરીને સુચના આપી છતા અગમ્ય કારણોસર વીમો ચુકવાયો નથી.

ખેડુતોનો સહકારીતા ઉપર અને સરકાર ઉપર સાવ ભરોસો ઉઠી જાય તે પહેલા વહેલી તકે ઘટતુ કરવા વિનંતી છે. હજુ પણ વિલંબ થશે તો ના છુટકે આંદોલનનો રાહ લેવો પડશે. તેવી ચિમકી નરેન્દ્રસિંહ ડી. જાડેજાએ ઉચ્ચારી છે.

(11:47 am IST)