Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પડધરી પાસે 'હીટ એન્ડ રન' : વાહનની ઠોકરે ૪૫ વર્ષના અજાણ્યા યુવાનનું મોત

રાજકોટ તા ૧૯  : પડધરી પાસે બનેલી હિટ એન્ડ રનની  ઘટનામાં અજાણ્યા વાહનના ચાલકે અજાણ્યા યુવાનને ઠોકર મારતા તેનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ પડધરી નજીક ગઇકાલે આશરે ૪૫ વર્ષનો અજાણ્યો યુવાન ચાલીને જતો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લેતા અજાણ્યા યુવાનને હાથ તથા પગમાં ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળેજ મોત નિપજયું હતું. અકસ્માત સર્જી ચાલક વાહન લઇને ભાગી ગયો હતો. આ અંગે પડધરી પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ જે.વી. વાઢીયાએ તપાસ હાથ ધરી છે

(11:43 am IST)