Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જસદણ પોલીસે ૮૭ બોટલ દારૂ સાથે બે શખ્સોેને ઝડપી લીધા

આટકોટ, તા.૧૯:જસદણ પોલીસે ૮૭ બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા  તથા નાયબ પોલીસ અધિક્ષક  એચ.એમ.જાડેજા ગોંડલના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.એ.ભોજાણી  તરફથી દારૂ તથા જુગારની બદ્દીને નાબુદ કરવા આપેલ સુચના પો.કોન્સ.પ્રણયભાઇ ધીરજલાલ સાવરીયા તથા પો.કોન્સ યુવરાજસિંહ ચંદ્રભાણસિંહ વાદ્યેલા તથા પો.હેઙ.કોન્સ.નરેશભાઇ મગનભાઇ રોજાસરા પો.કોન્સ.મહિપતભાઇ નાથાભાઇ જાંબુકીયા એમ બધા ઇન્ચાર્જ પ્રેટ્રોલીંમાં હતા.તે દરમ્યાન યુવરાજસિંહ વાદ્યેલા મળેલ ખાનગી હકીકત ને આધારે ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની જુદી જુદી બ્રાંડની કં૫ની સીલપેક કુલ બોટલો નંગ-૮૭ જેની કુલ કિં.રૂ.૩૨,૬૦૦/-ની તથા મારૂતિ અલ્ટો કાર કિ.રૂ.૫૦૦૦૦/-ની મળી કુલ કિ.રૂ.૮૨,૬૦૦/-ના મુદામાલ સાથે આરોપી (૧) રાજેશ ભુપતભાઇ વાળા જાતે કાઠી દરબાર ઉવ.૨૧ ધંધો ખેતી રહે.ઉમરાળા તા.જી.જુનાગઢ તથા (૨) રવિરાજ કોઢભાઇ વાળા ઉવ.૨૧ ધંધો ખેતી રહે.ઉમરાળા તા.જી.જુનાગઢ વાળાને પકડી પાડીને કાયદેસર કાર્યવાહી કરી હતી.

(11:43 am IST)