Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ગોંડલના બાંદ્રા ગામે ગોગનભાઇ મકવાણા પર ત્રણ શખ્સોનો લોખંડના પાઇપથી હુમલો

રાજકોટ, તા., ૧૯: ગોંડલના બાંદ્રા ગામે કાંટાની વાડ કરવા પ્રશ્ને વૃધ્ધ પર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના બાંદ્રા ગામે રહેતા ગોગનભાઇ પોલાભાઇ મકવાણા (ઉ.વ.૬૦) પર તે જ ગામના ઘનશ્યામ કરશનભાઇ મકવાણા, કરશનભાઇ પાલાભાઇ મકવાણા તથા ઘનશ્યામભાઇના પત્નીએ લોખંડના પાઇપથી હુમલો કરી માર માર્યો હતો. ઇજાગ્રસ્ત ફરીયાદી પોતાની વાડીની અંદર ઢોર આવતા હોય કાંટાની વાડ કરતા આ ગામના આરોપીને રસ્તામાં વાડી હોય સારૂ નહિ લાગતા હુમલો કર્યો હતો. બનાવ અંગે ઉકત ત્રણેય શખ્સો સામે ફરીયાદ થતા તાલુકા પોલીસના જે.વી.વાળાએ તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)