Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રસ્તા-ટ્રાફિક, રખડતા પશુઓ અને હેલ્મેટના વિરોધમાં સુરેન્દ્રનગર સજ્જડ બંધ

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેટકરને રેલી સાથે આવેદન

વઢવાણ, તા., ૧૯: સુરેન્દ્રનગર આજે રોડ રસ્તા અને ટ્રાફીક સમસ્યા રખડતા ભટકતા ઢોર હેલ્મેટ કાયદા સહીતના અનેક પ્રશ્નોને લઇને આજે સુરેન્દ્રનગર શહેર શાળાઓ સહીત જડબેસલાક સજ્જડ બંધ રહયું છે.

આજે સુરેન્દ્રનગર કોંગ્રેસ સમીતી દ્વારા બિન રાજકીય રીતે જયારે બંધના એલાન  આપવામાં આવ્યા બાદ ભારે સફળતા મળી છે ત્યારે સુરેન્દ્રનગર મહેતા માર્કેટ ટાવર ચોક વિઠ્ઠલ પ્રેસ રોડ ટાંકી ચોક જવાહર ચોક સહિત તમામ વિસ્તાર સવાર થી જ જડબે  સલાક બંધ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મનુભાઇ પટેલ શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ કોટેચા, સુબોધભાઇ જોષી, શાહિલ સોલંકી મુસાભાઇ સંધી મહેબુબ  ખાન મલેક, ચમનલાલ પ્રતાપભાઇ  પુજારા અલ્પેશ ગાબુ સહિતના અનેક કોંગ્રેસના કાર્યકરો દ્વારા બંધ કરાવ્યું હતું.

જીલ્લા કલેકટરશ્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર-દુધેરજ સંયુકત નગરપાલીકા સતાધીશો દ્વારા આમ જનતાને પ્રાથમિક સુવિધારૂપે રસ્તાની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે. શહેરના ૧૪ વોર્ડ પૈકી એક પણ વોર્ડનો રસ્તો ઉબડખાડક કે ખાડા વગરનો નથી પરિણામે વાહનચાલકો, રાહદારીઓ શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ ગૃહિણી અને કારીગર વર્ગને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને લોકો સુરેન્દ્રનગરખે ખાડાનગર તરીકે ગણાવી રહ્યા છે. તેમજ વર્ષોથી ધીમી ગતિને ઓવરબ્રીજનું ચાલી રહેલ કામને કારણે જયાં ત્યાં ટ્રાફિક જામ જાય છે. જેથી પ્રજાના હિતાર્થે રોડ સમારકામ તથા Over Bridgeનુંકામ તાત્કાલીક અસરથી અમલમાં આવે તેમ શરૂક રાવવા માંગ કરી છે.  સુરેન્દ્રનગર સંયુકત નગરપાલીકા દ્વારા અમલી ભુર્ગ ગટર વ્યવસ્થા નિષ્ફળ ગયેલ છે. અને ભારે વરસાદરને કારણે વરસાદી પાણીના કારણે ઉપદ્રવી મચ્છરોનો ત્રાસ વધવા પામેલ છે. અને વાયરલ ઇન્ફેકશનથી થતાં રોગો મેલેરફીયા, ડેન્ગ્યુ અને કોંગોફીવર જેવા રોગોએ માથુ ઉચકયું છે અને ઝાલાવાડના નાગરિક બિમારી પડી રહ્યા છે. તેથી વરસાદી પાણી નિકાલ વ્યવસ્થા કરવા જરૂરી છે. જાહેર માર્ગો પર રોકટોક વગર રજળતા પશુઓ ટ્રાફિક સમસ્યા ઉભી કરે છે. અને જયાં ત્યાં મળમૂત્રત્યાંગ કરવાથી ગંદકી ઉત્પન્ન થાય છે. જેથી રસ્તે રખડતા ઢોરનો ઉપદ્રવ અટકવવો જરૂરી છે. પ્રવૃત્તમાન કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટને સુધારણા કરવામાં આવે છે. જેમાં વાહન ચાલકોને વધારેમાં વધારે વાહન નિયમ ભંગનો દંડ કરવામાં આવે છે.

હાઇકોર્ટના ચુકાદા મુજબ ગ્રામ પંચાયત, નાની નગરપાલીકા જેવા વિસ્તારમાં હેલ્મેટરનો ઉપયોગ ન કરવાની મંજુરી આપેલ છે. ત્યારે સુરેન્દ્રનગર સીટીમાં કોઇપણ વાહન ચાલક ર૦ કિ.મી. સ્પીડથી વધારે ચલાવી શકે તેવી શકયતા જ નથી આવા સંજોગોમાં વાહન ચાલકને હેલ્મેટમાંથી મુકતી આપવા યોગ્ય સરકારને રજુઆત કરવા માંગણી કરી છે.

(11:33 am IST)