Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સાવરકુંડલામાં વીજળીના કડાકા સાથે વરસાદ: રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં

રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ

 

અમરેલીમાં વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. સાવરકુંડલામાં વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ ખાબક્યો હતો જયારે રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે . જાફરાબાદના લોર અને ફાસરીયા ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. જ્યારે રાજુલાના ડુંગર, વિકટર અને કથીવદર જેવા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો

(8:50 am IST)