Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પાટડીનાં આશાસ્પદ યુવકનું ટ્રેનમાંથી પડી જતા મોત

વઢવાણ, તા., ૧૦: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામનો યુવાન વિરમગામથી અમદાવાદ રવિવારે અભ્યાસ માટે ટ્રેનમાં જતા હતા ત્યારે રેલ્વે અકસ્માત નડતા ગંભીર હાલતમાં તેને સારવાર માટે લઇ જવામાં આવ્યા બાદ સારવાર દરમ્યાનમાં મોત નિપજયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામનો રહેવાસી સ્નેહલકુમાર મંગાભાઇ નિમાણી (ઠાકોર) રહેવાસી ટીંમ્બાવાસ પાટડી ઉ.વ.રર આ યુવાનના પિતા મજુરીકામ પરીવારનું ગુજરાન ચલાવે છે. સાથોસાથ આ યુવાનને ભણવા માટેની ખેવના સાથે ભણાવતા હતા. આ યુવાન પોતે જાતે ફોટોગ્રાફી વિડીયોનું કામકાજ કરી કરી અને પોતે એના અભ્યાસ માટે ખર્ચ કાઢવા માટે પણ મથતો હતો.

(1:54 pm IST)