Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ધોરાજી-જુનાગઢ જીલ્લાના ખેડૂતોને સિંચાઇ માટે ભાદર-૧માંથી પાણી અપાશે

જયેશભાઇ રાદડીયાની સફળ રજૂઆત

ધોરાજી, તા. ૧૯ : ધોરાજી વિસ્તાર અને જુનાગઢ જીલ્લાના વિસ્તારો માટે ખેડૂતોમાં આનંદ છવાયો છે. વરસાદ ખેંચાતા હવે ભાદર-૧નું સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે.

ભાદર-૧ ડેમની ઓફીસ ખાતેભ ાદર-૧ કમાન્ડ એરીયાના સલાહકાર સભ્યોની બેઠક મળી હતી, જેમાં ભાદર-૧ કમાન્ડ એરીયામાં ઉભો પાક બચાવવા માટે પાણી છોડવા માટે બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ.

આ બાબતે રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ ખેડૂતોને સમયસર સિંચાઇ માટે પાણી મળે એ બાબતે સરકારમાં રજૂઆત કરતા સિંચાઇ મંત્રીના આદેશથી ભાદર-૧ કમાન્ડ એરીયાને સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે.

જેમાં હાલમાં ભાદર-૧ માં ૩ર૦૦ એમસીએફટી ફુટ પાણીનો જથ્થો છે જેમાંથી સિંચાઇ માટે પાણી છોડાશે. જેમાં તા. રર/૯/૧૮થી પ/૧૦/૧૮ સુધી ફોર્મ સ્વીકારાશે બાદ પાણી છોડવામાં આવશે.

આ બેઠકમાં સલાહકાર સભ્ય ડી.જી. બાલધા (ધોરાજી), પ્રશાંતભાઇ કોરાટ (જેતપુર), શાન્તીલાલ વેગડ, વિરલ પનારા તેમજ અધિકારીઓમાં ગરાણીયા-પાનસુરીયા-શાહ વિગેરે હાજર હતા.

ભાદર-૧માંથી પાણી છોડવાના નિર્ણયથી આ વિસ્તારના પંથકમાં ખુશીની લહેર જોવા મળેલ હતી.

(1:54 pm IST)