Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ડીસાનો વિદ્યાર્થી ભણતરના ભારના કારણે ચોટીલા પહોંચી ગયોઃ પરિવાર સાથે મિલન

વઢવાણ, તા.૧૯: આજરોજ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ડીસા ખાતેથી ગુમ થયેલ બાળકના સંબંધી દ્વારા જાણ કરવામાં આવેલ કે, પોતાનો બાળક ચોટીલા ખાતે આવેલ હોવાની શકયતા હોવાનું જણાવતા, પોલીસ કંટ્રોલ રૂમના એ.એસ.આઈ. ઇન્દ્રસિંહ રાણા દ્વારા ચોટીલા પોલીસને જાણ કરવામાં આવેલ હતી. લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. પી.ડી.પરમાર તથા પોલીસ સબ ઇન્સ. આઇ.કે.શેખ તથા પોલીસ હેડ કોન્સ. ફારૂકભાઇ, વિજયસિંહ તથા પો.કો. સરદારસિંહ, દેવરાજભાઇ, ભીખાભાઇ ને પેટ્રોલિંગ દરમિયાન એક બાળક સ્કૂલ ડ્રેસ પહેરેલ કપડાં સાથે મળી આવેલ હોઈ, જેને પોલીસ સમક્ષ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવતા, ચોટીલા પોલીસ દ્વારા મળી આવેલ અજાણ્યા બાળક સાથે સહિષ્ણુતા ભરી કાર્યવાહી કરી, કિશોરને નામ પૂછતાં પોતાનું નામ કનુભાઇ નાગજીભાઇ નાઇ ઉ.વ.૧૫ હોવાનું અને ડીસા ખાતે એસ.સી.ડબલ્યુ સ્કુલ ખાતે ધોરણ-૧૦ માં અભ્યાસ કરે છે....ં

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. પી.ડી.પરમાર તથા પોલીસ સબ ઇન્સ. આઇ.કે.શેખ સહિતના સ્ટાફની ટીમ દ્વારા મળી આવેલ બાળકને ચોટીલા ખાતે આવવા બાબતે પૂછપરછ કરવામાં આવતા, પ્રથમ પોતે સ્કૂલમાં ગયેલ ત્યારે અજાણ્યા માણસો દ્વારા કઈક પીવડાવી, બેભાન કરીને લાવેલાની અને પોતે કઈ રીતે ચોટીલા આવ્યો..? તેની જાણ નહીં હોવાનું જણાવી, ર્ંઉપજાવી કાઢેલ સ્ટોરી બનાવેર્લં હતી. ર્ંઅનુભવી પોલીસ ટીમ દ્વારા બાળકના પિતા તથા સગા સંબંધીની હાજરીમાં એક બાળકની માફક પૂછપરછ કરતા, પોતે ડીસા ખાતેથી ભાગીને આવેલ અને કોઈને કહ્યા વગર ટ્રાવેલ્સની બસમાં બેસી ચોટીલા દર્શન કરવા આવતો રહેલ હોવાનુંર્ં જણાવેલ હતું. મળી આવેલ બાળકને ભણતરમાં રસ પડતો ના હોઈ, ભણતરના ભારને કારણે ચોટીલા આવતો રહેલ હોવાની કબૂલાર્તં પણ કરેલ હતી.

દરમ્યાન ચોટીલા પોલીસ દ્વારા નાગજીભાઇ મણીલાલ નાઇ ઉ.વ.૫૦ રહે. લોરવાડા તા.ડીસા જી.બનાસકાઠા મો.નં.૯૯૧૩૬૮૪૯૫૧ નો સંપર્ક થતા, પોતાનો દિકરો ગુમ થયા અંગે શોધતા હોવાનું જાણવા મળતા, ર્ંબાળકના પિતાને પોલીસ સ્ટેશન બોલાવી, ગુમ થયેલ દિકરાને સોંપવામાં આવેલ.ર્ં પોતાની ગુમ થયેલ દિકરો આખો દિવસની શોધખોળ બાદ ર્ંપોલીસની મદદથી મળતા, પરિવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાર્યાં હતા અને ર્ંચોટીલા પોલીસનો આભાર વ્યકર્તં કર્યો હતો. ર્ંપોલીસ દ્વારા મળી આવેલ બાળકને ભણતરનું મહત્વ સમજાવેલ અને મા બાપના સપનાઓ સાકાર કરવાની પણ સલાહ આપેર્લં હતી. આમ, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર ચોટીલા પોલીસએ સાર્થક કર્યું હતું..(

(1:52 pm IST)