Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પાટડીના પીપળી ગામમાં જુગાર રમતા ૮ શખ્સો દોઢ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

વઢવાણ તા. ૧૯ : મનીન્દર પ્રાતપસિંહ પવાર પોલીસ અધિક્ષકની સચનાથી પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.સબ.ઇન્સ. એ.એ.જાડેજા તથા પો.હેડ. કોન્સ. અસ્લમખાન મલેક તથા નિકુલસિંહ ઝાલા તથા ગુલામરસુલ શેખ તથા પો.કોન્સ. અજયવિરસિંહ ઝાલા તથા ભરતસિંહ મસાણી તથા ડ્રા.પો.કોન્સ. અશ્વીનભાઇ વાઘેલા વિગેરે સ્ટાફના માણસો પો.હેડ. કોન્સ. અસ્લમખાન મલેકને અગાઉથી મળેલ બાતમી હકીકત આધારે બજાણા (માલવણ) પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા.

તે દરમ્યાન આરોપી ચેતનભાઇ બચુભાઇ પટેલ પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હતો અને મહંમદખાન માલાજી મલેક રહે. ઇગરોળી તા.લખતર ચંદ્રભાઇ અભુભાઇ વાદોળીયા રહે. જખવાડા તા.વિરમગામ તથા મહેન્દ્રસિંહ ચંદુભા ઝાલા રહે. જખવાડા તા. વિરમગામ તથા (પ) મહાદેવભાઇ ભીખાજી ઠાકોર રહે. સોકલી તા.વિરમગામ તથા અશોકભાઇ રામજીભાઇ પારેજીયા રહે. રાજચરાડી તા.ધ્રાંગધ્રા તથા (૭) ઇનુભા ભાણજીખાન મલેક રહે. દે.ગામ તા.પાટડી તથા (૮) અલેફખાન મામદખાન મલેક રહે. ઇગરોળી તા.લખતરવાળાઓને રોકડ રૂ.૭૬,પ૧૦ તથા મોબાઇલ નંગ-૮ કિ. રૂ. ર૭,પ૦૦ તથા મો.સા.નંગ ર કિ. રૂ. પપ,૦૦૦ એમ કુલ કિ. રૂ.૧,પ૯,૦૧૦ ના મુદામાલ સાથે પકડી પાડયા છ.ે

પીસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે ધરપકડ પો.સ.ઇ. એ.એ.જાડેજા તથા પો.કોન્સ   અજયવિરસિંહ નાઓની મળેલ સંયુકત બાતમી હકીકત આધારે સુરેન્દ્રનગર-મુળી રોડ ઉપર આવેલ મેકસન સર્કલ પાસેથી એક બોલેરો ફોરવ્હીલ ગાડી નંબર જીજે૧૩ એએચ ૮૦૦૧ માંથી વાસુભાઇ અરજણભાઇ ખાંભલા જાતે રબારી ઉ.૩પ રહે. સડલા તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાને એક ગે.કા.દેશી બનાવટની પીસ્ટલ કિ. રૂ.પ૦,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ-૦ર કિ. રૂ.ર૦૦ તથા બોલેરો ગાડીની કિ. રૂ. પ,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ર કિ. રૂ. ૧૧,૦૦૦ મળી કુલ રૂ. પ,૬૧,ર૦૦ ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડેલ છ.ે

(1:51 pm IST)