Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જામનગરમાં ફરિયાદ પાછી ખેંચવા મુદ્દે મારામારી : સામસામી પોલીસ ફરિયાદ

જામનગર તા. ૧૯ : અહીં સીટી સી- પોલીસ સ્ટેશનમાં અર્જુનભાઈ જીતેન્દ્રભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૯–ર૦૧૮ના ખોડીયાર કોલોની વેલનાથનગર, પ્રીન્સપાનની દુકાને આ કામના ફરીયાદી અર્જુનભાઈ મસાલો ખાવા જતા આ કામના આરોપીઓ પંકજ, ભાવેશ, ધીરૂભાઈ સવજીભાઈ, જીતેશ જેન્તીભાઈ રે.જામનગરવાળા ત્યાં ભેગા થઈ જતા આ કામના આરોપી પંકજ નાએ લાકડાના ધોકા વડે એક ઘા મારતા ડાબી આખ પાસે સામાન્ય ઈજા કરી તથા આ કામના અન્ય આરોપીઓ ભાવેશ, ધીરૂભાઈ, જીતેશ નાએ ઢીકા પાટુને માર મારી ગાળો કાઢી ફરીયાદ પાછી ખેચી લેજે નહીંતર તને તથા તારા મોટાબાપુના દિકરા શૈલેષને જાન થી મારી નાખીશું તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

બીજા બનાવમાં અહીં સીટી સી-પોલીસ સ્ટેશનમાં હિતેષભાઈ છગનભાઈ વાઘાણીએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૯–ર૦૧૮ના ખોડીયાર કોલોની વેલનાથનગર, પ્રીન્સ પાનની દુકાને આ કામના આરોપીઓ પંકજ, તથા ભાવેશ તથા તેના પિતાજી તેમજ જીતેશ સાથે ઝઘડો કરતા હોય આ કામના ફરીયાદી હિતેષભાઈ વચ્ચે પડી સમજાવવા જતા આ કામના આરોપી અરવીંદ ઉર્ફે અવલાએ લોખંડના પાઈપ વડે એક ઘા મારી જમણા કાનમા સામાન્ય ઈજા કરી તેમજ આ કામના આરોપી શૈલેષભાઈ રમેશભાઈ, રમેશભાઈ મોહનભાઈ, અર્જુન પરમાર એ ગાળો કાઢી કહેલ કે અમારા વચ્ચે તું ના આવ તેમ કહી હવે પછી આવીશ તો તને જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ફરીયાદ પાછી ખેંચવા

માર માર્યાની રાવ

અહીં સીટી સી-પોલીસ સ્ટેશનમાં અશોકભાઈ પ્રવીણભાઈ રાવલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૯–૦૧૮ના આ કામના ફરીયાદી અશોકભાઈ તેમની બસ ખોડીયાર કોલોની રાજચેમ્બર સામે ઉભી રાખી રીલાયન્સના સાહેબો ને ઉતારતો હતો આ દરમ્યાન આ કામના આરોપીઓ યુવરાજસિંહ પાસે રહેલ લાકડાનો ધોકો અને રવીરાજસિંહ પાસે લોખંડનો પાઈપ વડે બસના કાચ તોડી નાખેલ અને યુવરાજસિંહ એ લાકડાના ધોકા વડે જમણા હાથના પંજા ઉપર તથા રવીરાજસિંહ એ લોખંડના પાઈપ વડે ડાબા હાથમાં એક ઘા મારી સામાન્ય ઈજા કરી તેમજ આ કામના આરોપી હરપાલસિંહ, આનંદ એ ઢીકાપાટુનો માર મારી અગાઉ કરેલ ફરીયાદ પાછી ખેચી લેજે નહીતર જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી એકબીજાને મદદગારી કરી મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

અગમ્ય કારણોસર

યુવાનનું મોત

અહીં લાલવાડીમાં રહેતા નઝીરબેન મહંમદભાઈ બહાદીદા એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૮–૯–ર૦૧૮ના પાંચ હાટડી અજમેરી ચીકન ચાઈનીઝ શોપીન બાજુમાં, જામનગરમા આ કામે મરણ જનાર સલીમબીન મહમદભાઈ બહાદીદા, ઉ.વ.૪૦, રે. ભાનુશાળી વાડ, શેરી નં.પ, જામનગરવાળાને દારૂ પીવાની ટેવ હોય કોઈ પણ કારણસર મૃત્યુ થયેલ છે.

મોટરકારે મોટરસાયકલને ઠોકર મારતા સારવાર દરમ્યાન મોત

લાલપુર પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૯–ર૦૧૮ના ખેગરપુરના પાટીયા પાસે, જામનગર – સમાણા રોડ, તા.લાલપુર, જિ.જામનગરમાં આ કામે મરણ જનાર ઘનશ્યામસિંહ બહાદુરસિંહ જાડેજા પોતાનું મોટરસાયકલ રજી.નં. જી.જે.૧૦–બી.ઈ.–૮૦૮ર વાળુ લઈને પાંચસરાથી પીપરટોડા તરફ જતા હોય ત્યારે આ કામના આરોપીએ પોતાના ડ્રાઈવર હવાલાવાળી બલેનોકાર જેના રજી.નં. જી.જે.–૧૦–સી.એન.–ર૧ર૭ નો ચાલક પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી આ કામે મરણ જનાર ઘનશ્યામસિંહના મોટરસાયકલ સહિત પછાળી હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી ગુનો કરેલ છે.

જનતા ફાટક રોડ પર મોટરસાયકલ ચોરાયાની રાવ

અહીં સીટી સી-પોલીસ સ્ટેશનમાં ભાવીકભાઈ દિનેશભાઈ રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૯–ર૦૧૮ના ફરીયાદી ભાવીકભાઈનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦–એએ૩૭૬૩ ની વર્ષ ર૦૦૩ ના મોડલની છે જે કાળા કલરની પોલીસ પટો છે જેની કિંમત રૂ.૧પ૦૦૦ છે જે મોટરસાયલ સાત રસ્તાથી જનતા ફાટક રોડ ઉપર શૌચાલયની બાજુમાં રાખેલ હતું ત્યાંથી આ કામના આરોપી કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(1:48 pm IST)