Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં વેપારી પેનલના ચારેય ઉમેદવારોનો વિજય

સાવર કુંડલા તા. ૧૯ :.. સાવરકુંડલા મારકેટ  યાર્ડની પાંચ વર્ષની મુદત માટેની વેપારી વિભાગનાં ચાર અને ખેડૂત વિભાગના આઠ ડીરેકટરો ચૂંટવા માટે ગઇકાલે યાર્ડ ખાતે મતદાન થયેલું જેમાં વેપારી વિભાગનાં નોંધાયેલા કુલ ૧૭ર મતદારોમાંથી ૧૬૧ મતદારોએ મતદાન કરેલુ. જેની આજે મતગણતરી હાથ ધરાતા યાર્ડ પ્રેરિત વેપારી પેનલનાં ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા હતાં. વિજેતા ઉમેદવારોમાં અશ્વિનભાઇ માલાણીને ૧૦૮ મત હરેશભાઇ મશરૂને ૧૦૩ મત, ઘનશ્યામભાઇ કસવાળા ને ૯૪ મત અને ભીખાભાઇ આકોલીયાની ૮૯ મત મળ્યા છે. વિજેતા ઉમેદવારોને યાર્ડના વાઇસ ચેરમેન શ્રી દિપકભાઇ માલાણીએ અભિનંદન પાઠવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સહકારી ક્ષેત્રનાં કાયદાની આંટી-ઘુંટી છે. અજાણ સેવા યાર્ડમાં વેપાર કરતા જૂના ચૌત્રીશ વેપારીઓનાં મતાધીકાર રદ થયા બાદ યોજાયેલી ઔપચારિક ચૂંટણીમાં અપેક્ષીત પરિણામ આવ્યું છે.

ખેડૂત વિભાગ માટેની મતગણતરીનું પરિણામ બપોર બાદ જાહેર થશે.

પૂર્વ ધારાસભ્ય મત ગણતરી સ્થળેથી જતા રહ્યા...

સાવરકુંડલા : યાર્ડની ચૂંટણીમાં દિપકભાઇની ખેડૂત પેનલમાંથી આઠેય ઉમેદવારો આગળ છે તે સ્થિતી જોતા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી મત ગણતરી સ્થળેથી જતા રહ્યા હતાં. આઠેય ઉમેદવારોનો વિજય થાય તેવી સંભાવના છે.

(1:48 pm IST)