Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સનું ૭૧મું વાર્ષિક અધિવેશન સંપન્ન

જૂનાગઢ, તા.૧૯:  જૂનાગઢ શહેરનાં ૭૨ જેટલા વિવિધ વ્યાપારીક અને ઈન્ડસ્ટ્રીયલ એશોસીયેશનો સંકળાઇને જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ જૂનાગઢનાં સર્વાંગી વિકાસ માટે કામગીરી કરી રહી છે. જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સનું ૭૧મી સાધારણ સભા મેયર સુશ્રી આદ્યાશકિતબેન મજમુદાર, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન ભીખુભાઇ ગજેરા, અગ્રણી વિનુભાઇ અમીપરા, વિવિધ ફેડરેશનોનાં આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખશ્રી કનુભાઇ દોમડીયા, માનદમંત્રી ભુરાભાઇ દેસાઇ, માનદ સહમંત્રીશ્રી સંજયભાઇ પુરોહીત વલ્લભભાઇ દેવાણી, સહિત ચેમ્બરનાં હોદેદારો, શહેરનાં વિવિધ વ્યવસાયીક પ્રતીષ્ઠાનોનાં પ્રતિનીધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનાં પ્રારંભે ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખશ્રી કનુભાઇ દોમડીયાએ ચેમ્બર ઓફ કોમર્સની કામગીરીમાં સહયોગી જૂનાગઢનાં પત્રકારો, સ્વયંસેવી સંસ્થાઓ, સાથે સૈા વ્યાપારી સંગઠનોનો આભાર વ્યકત કરતા જણાવ્યુ હતુ કે જુનાગઢ પ્રાચિન નગર છે પણ ઉદ્યોગોની જોઇએ તેટલી વિકાસ ના હોય અન્ય શહેરોની માફક જૂનાગઢનો વિકાસ ધીમી રીતે આગળ વધી રહ્યો છે. રાજય સરકાર અને ભારત સરકાર દ્વારા જૂનાગઢનાં વિકાસ માટે રોપ વે, આગામી દિવસોમાં ગિરનાર ક્ષેત્રમાં સિહ દર્શનની પરમીશન સંદર્ભે લેવાયેલ વિકાસકીય નિર્ણયોને આવકારી સરકારનો આભાર વ્યકત કરતા જણાવ્યુ હતુ કે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટી હોય કે વીકાસનાં નવા આયોમો હોય આવનાર દિવસોમાં પ્રવાસનક્ષેત્રે જૂનાગઢ જયારે આગળ વધવા જઇ રહ્યુ છે ત્યારે જૂનાગઢનાં વ્યપાર ઉદ્યોગને સારો લાભ થશે.

આ તકે ઉપસ્થિત જૂનાગઢનાં મેયર સુશ્રી આદ્યાશકિતબેન મજમુદારે જણાવ્યુ હતુ કે જૂનાગઢનાં વિકાસમાં જૂનાગઢનાં વ્યાપારીઓ અને ઉદ્યોગકારોનો અનન્ય ()રહ્યો છે. દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદએ તા. ૧૫ થી બીજી ઓકટોબરને સ્વચ્છતા પખવાડીયા તરીકે ઉજવણી કરવાનો પ્રારંભ કરાવેલ છે ત્યારે આવો આપણે આપણા શહેરને સ્વચ્છ બનાવવા આગળ વધીએ.

આ પ્રસંગે ભુરાભાઇ દેસાઇએ જૂનાગઢનાં વિકાસ માટે આવશ્યક એવા જૂનાગઢ બાયપાસ, જૂનાગઢ આસપાસ એગ્રોબેઈઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા, જૂનાગઢ અમરેલી માર્ગને ફોરટ્રેક બનાવવા, કેશોદ એરપોર્ટને કાર્યાન્વીત કરવા, લાંબા અંતરની રેલ્વેથી જૂનાગઢને સાંકળી લેવા, ઢસા- જેતલસર રેલ્વે લાઈનને સ્તવરે બ્રોડગેઝમાં રૂપાંતરીત કરવા, સરાડીયા-શાપુર રેલ્વે ટ્રેક પુનઃ કાર્યાન્વીત કરવા જેવી બાબતોને અગ્રતા આપવા રાજકીય આગેવાનોને હિમાયત કરી હતી.  

વિનુભાઇ અમીપરા અને ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોષીએ શહેરનાં સર્વાંગી વિકાસમાં જે કઇં કરવુ પડે તે કરવાની હૈયાધારણા આપી સહીયારા અને સંકલીત ભાવથી જૂનાગઢને વીકાસનાં શ્રેષ્ઠત્તમ આયામ સુધી લઇ જવાની નેમ વ્યકત કરી હતી.  કીશોરભાઇ ચોટલીયા અને વ્યાપારી અગ્રણીઓએ શહેરનાં વીકાસમાં ચેમ્બર ઓફ કોમર્સનાં ફાળા વિશે સુચનો રજુ કર્યા હતા. આભાર દર્શન ચેમ્બરનાં ઉપપ્રમુખશ્રી હુંદરાજભાઇ અડવાણીએ કર્યુ હતું.

(1:47 pm IST)