Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વકિલોના મોૈલિક અધિકારોના રક્ષણ માટે ભાણવડ બાર એસોસીએશન દ્વારા આવેદન

ભાણવડ તા ૧૯ : બાર એસોસીએશને મહામહિમ રાષ્‍ટ્રપતિને ભાણવડ મામલતદાર મારફત પાઠવેલા આવેદન પત્રમાં વકિલોના મોૈલિક અધિકારોના રક્ષણ માટે દરમ્‍યાનગીરી કરવા વિનંતી કરવામાં આવેલ છે.

વકીલ મંડળે આવેદનમાં  ઠાલવેલી પોતાની વેદના મુજબ ભારત એક લોકશાહી શાસન વાળું અને બંધારણીય અધિકારો આપતું રાષ્‍ટ્ર છે. ભારતીય બંધારણે દેશની જનતાના મોૈલિક અધિકારો માટે શાંતિથી એકઠા થવા અને વિરોધ વ્‍યકત કરવાના અધિકારો  આપેલા છે. , તેમજ વાણી સ્‍વતંત્રતાના અઘિકારો પણ આપેલા છે. આ સ્‍થિતીમાં ભારતની ન્‍યાયિક વ્‍યવસ્‍થાના અંગ તરીકે વકીલો પણ કોર્ટના ઓફિસર તરીકે દેશની ન્‍યાયિક વ્‍યવસ્‍થા સુચારૂ ઢંગથી ચલાવવા માટે પોતાનું યોગદાન આપે છે.

આ ચુકાદામાં વકીલો તરફેની ન્‍યાયિક બાબતો નજર અંદાજ કરવામાં આવી છે અને જયાંથી ન્‍યાયની અપેક્ષા હોય ત્‍યાંથી જ અન્‍યાયની અનુભૂતિ થઇ રહી છે. જેને પગલે બંધારણમાં આપેલા વકીલોના મોૈલિક અધિકારોના રક્ષણ માટે મહામહિમ રાષ્‍ટ્રપતિ દરમ્‍યાનગીરી કરે એ મુજબની માંગ કરવામાં આવી છે.

(12:48 pm IST)