Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સ્‍કીમના નામે ૫૦ લાખની છેતરપીંડી કરનાર ભુજના સન ડેવલોપર સામે ફરિયાદ

 ભુજ તા. ૧૯ : મુંદરાના ગ્રામ્‍ય વિસ્‍તાર વિરાણીયામાં ઇનામ સાથે હપ્તામા પ્‍લોટ આપવાની અને મુંદરાના વિકાસના નામે લાલચ આપીને ૫૦ લાખની છેતરપીંડી કરવાની ફરિયાદ ભુજના સન ડેવલોપર વિરુદ્ધ કરાઈ છે. નલિયાના રાયચંદ શામજી જૈન નામના પ્રૌઢ ફરિયાદીએ પોતાને એજન્‍ટ બનાવીને ૧૨૫૦ રૂપિયાના ૬૦ માસિક હપ્તે પ્‍લોટ આપવાની યોજના બનાવનાર સન ડેવલોપર ભુજ ના ફિરોઝ મામદહુસેન ખત્રી અને નીરવ બીપીનભાઈ વ્‍યાસ વિરુદ્ધ ભુજ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ કરી છે. ૨૦૧૧ થી ૨૦૧૬ સુધી ચાલેલી આ સ્‍કીમમાં પોતે ૭૧ ગ્રાહકો બનાવીને રૂપિયા ૪૯ લાખ ૮૦ હજાર ડેવલોપર ને ચૂકવ્‍યા હતા. પણ પ્‍લોટ અપાયા નહોતા. ઉઘરાણી કરતા ફિરોઝ અને નીરવ દ્વારા ધાકધમકી પણ કરાઈ હોવાનું જણાવાયું છે. કચ્‍છમા પ્‍લોટની સ્‍કીમ માં રાજકોટ અને સૌરાષ્ટ્ર ના લોકો સાથે પણ છેતરપીંડી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

(12:47 pm IST)