Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વાંકાનેરના મધ્‍યાન ભોજન યોજનામાં કામ કરતા રસોયા અને મદદનીશો શુક્રવારે હડતાલ પાડશે

વાંકાનેર, તા. ૧૯ :  મધ્‍યાન ભોજન યોજના હેઠળ શાળમાં રસોયા બનાવવાનું અને તેને મદદરૂપ થતા મદદીશો દ્વારા તા. ર૧-૯-૧૮ થી હડતાલમાં સામેલ થતા હોય અને આ અંગેનું આવેદન પત્ર પણ વાંકોનરના મામલતદારશ્રીને આપવામાં આવ્‍યું છે.

વાંકાનેર મધ્‍યાનભોજનમાં કામ કરતા લોકોના એશોસીએશનના પ્રમુખ કિશોરસિંહ ઝાલાએ જણાવેલ કે રાજય સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને નવા મેનુ મુજબ નાસ્‍તો-ભોજન આપવાની જાહેરાત-સૂચના આપવામાં આવી છે. ત્‍યારે આ નવા મેનુમાં કામનું ભારણ ડબલ થઇ ગયું છે પણ મહેનતના પ્રમાણમાં મળવું જોઇતું વેતન નથી વધતુ અને અતયારે મળે છે તેમણે માનદ વેતન ટાઇમે નહી મળતુ હોવાનો આક્ષેપ કર્યો છે.

મધ્‍યાન ભોજનનના સરોયા અને સહ કર્મચારીના આ પ્રશ્નને લઇ ગુજરાત મધ્‍યાન ભોજન મંડળ દ્વારા તા. ર૧ મીએથી સામુહિક હડતાલ કરવા અને કાળી પટ્ટૃીબાંધી વિરોધ દર્શાવાના આદેશ અનુસાર વાંકાનેરના વેતન મેળવતા કર્મચારીઓએ વાંકાનેર મામલતદારને આવેદન પત્ર આપી. તા. ર૧ મીથી હડતાલ ઉપર જતા હોવાથી વાકેફ કરેલ.

(12:45 pm IST)