Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા વિપરીત સ્થિતિમાં પણ જીવદયા માટે કટિબદ્ઘઃ ભંડોળ ફાળવવા દાતાઓને અપીલ

દરમહિને થતો ખર્ચ કાઢવો મુશ્કેલ ;દાતાઓને નિભાવ ખર્ચ માટે સહયોગ આપવા ટહેલ

રાજકોટ, તા.૧૯: શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા સંચાલિત શ્રીમતી શાંતાબેન વનેચંદ અવિચળ મહેતા 'જીવદયા સંકુલ દાયકા ગૌસેવા માટે કાર્યરત છે છેલ્લા ૨૦ વર્ષથી ગૌવંશ,ગાય,બલ્ડ ,વાછડાં,વાછરડી,  ભેંસ, બકરી સહિતનો નિભાવ અને સેવા સૃષુસા કરી રહી છે દરરોજના સરેરાશ ૧૧૨૫ પશુધનનો નિભાવ કારાઈ રહયો છે

વહીવટી પાંખ છેલ્લા ૨૦ વર્ષથી એક જ કારોબારી કમિટીના હાથમાં સુકાન છે અને પાંજરાપોળના પ્રમુખપદે વિસા શ્રીમાળી તપગચ્છ જૈન સંદ્યના પ્રમુખ,પૂર્વ સંસદસભ્ય લલિતભાઈ મહેતા અને ઉપપ્રમુખ તરીકે રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંદ્યના પ્રમુખ અને ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ દોશી ૨૦ વર્ષથી સેવારત છે

ઙ્ગ પાંજરાપોળને છેલ્લા ત્રણ વર્ષમાં ૨૮ લાખથી વધુની નુકશાની આવેલ છે અને દરવર્ષે ખર્ચ વધતો જાય છે લીલાંસુકા દ્યાસચારા,ખોળ ,દાણ ,ગોળનો ખર્ચ સતત વધતો જાય છે જેથી કરીને દેણું પણ થઇ ગયેલ છે ત્યારે દેણું ચૂકવવા મોટા દાન અથવા દરમહિને થતો ૧૦ લાખનો ખર્ચ કાઢવો મુશ્કેલ છે છેલ્લા ૨૦ વર્ષમાં પશુધનને પાંજરાપોળમાં આશ્રય આપીને જીવદયાનું કાર્ય કરેલ છે

ઙ્ગઙ્ગ જીવદયા પ્રેમીઓને ૧૬૫ વર્ષ જૂની આ પાંજરાપોળ ચાલુ રહેવા સાથે ૧૧૦૦ જેટલા કાયમી સચવાતા પશુધનને નિભાવવા જીવદયા માટે ભંડોળ ફાળવવા દાતાઓને અપીલ કરાઇ છે સમાજના સુખી સંપન્ન પરિવારો-દાતાઓને નિભાવ ખર્ચ માટે સહયોગ આપવા ટહેલનંખાઈ છે.આ પાંજરાપોળ-ગૌશાળામાં હાલ ૧૪૬ બળદ, ૪૩૮ ગાય, ૨૩૬ વાછરડા, ૨૨૯ વાછરડી, ૮-ભેસ/પાડા/ઘેટા એમ કુલ ૧૦૫૭ પશુધન નિભાવી, લીલું-સુકું ઘાસ, ખોળ કપાસીયા, લાપસી,ગોળ આપી જીવદયા અને પશુરક્ષાનુ કાર્ય કરવામાં આવે છે. છેલ્લા ૧૮ વર્ષથી સરેરાશ દરરોજના ૧૦૦ થી વધુ પશુધન નિભાવવામાં આવેલ છે પાંજરાપોળના મેદાનમાં દરરોજ સવારે સાંજે ૨૦ કિલો જુવાર કબુતરોના ચણ માટે નાખવામાં આવે છે. દરરોજ ૪૦/૫૦ જેટલા કુતરાને રોટલા ખવડાવવામાં આવે છે. ગકલભાઇ જેઠાભાઇ શેઠ ગીર ગાય ગૌશાળા આ પાંજરાપોળ-ગૌશાળાએ ગીરગાયોના જતન-સંવર્ધન માટે અલગ ગૌશાળા બનાવી છે. ૩૫-૪૦ દુધ આપતી ગાયોના દુધમાં વધારો થતાં દરરોજ ૧૭૫-૨૦૦ લિટર દુધ મળે છે જે વાંકાનેરના નાગરિકોને સવારે સાંજે આપવામાં (ગાયનું ચોખ્ખુ દુધ) આવે છે. ગીરગાયોના નમુનેદાર ઉછેર કરી, ઉત્તમ ઓલાદની ગીરગાયો અહિં મળી શકે તેવું આયોજન કરેલ છે. ગીર ગાયોના વાછરડા-વાછડીઓ માટે અલગ શેડ (પલાંસડી વીડમાં) બનાવેલ છે.

વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા-કારોબારી સમિતીમા પ્રમુખ-પૂર્વ સાંસદ લલીતભાઇ મહેતા (ફોન.નં.૦૨૮૨૮-૨૨૦૨૪૮) ઉપપ્રમુખ ઇશ્વરભાઇ કે.દોશી (મો.૯૪૨૬૯ ૫૦૪૭૬) ખજાનચી બળવંતભાઇ પી.પટેલ (મો.નં. ૯૪૨૮૨ ૭૮૭૯૮, સેક્રેટરી કેતનભાઇ પી.મહેતા (૦૨૮૨૮-૨૨૦૩૫૧) સભ્યો વસંતભાઇ એચ.કંસારા (૦૨૮૨૮-૨૨૦૨૪૪), કિર્તીભાઇ સી.શાહ (મો.૯૮૨૫૮ ૨૦૧૩૦), જયંતીભાઇ સી.દોશી (મો.૯૪૨૭૨ ૫૨૦૫૩) પ્રજ્ઞેશભાઇ બી.પટેલ (૦૨૮૨૮-૨૨૦૭૫૫) આમંત્રીતો સેવંતીલાલ કે.શાહ (ફોન.નં.૦૨૨-૨૨૦૮૪૪૨૦), મહેશભાઇ રાજવીર (૦૨૮૨૮-૨૨૨૮૩૫) સહિતની ટીમ કાર્યરત છે.

વધુ વિગત માટે શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા સંચાલિત શ્રીમતી શાંતાબેન વનેચંદ અવિચળ મહેતા ''જીવદયા સંકુલ'' ફોન.નં.૦૨૮૨૮-૨૨૦૮૭૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.(૨.૨)

(12:40 pm IST)