Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જામજોધપુર સિધ્ધી વિનાયક ગણપતિ મહોત્સવમાં દાંડીયા રાસ સ્પર્ધા યોજાઇ

જામજોધપુર તા. ૧૯:.. સિધ્ધાર્થનગર સોસાયટી મુકામે સિધ્ધી વિનાયક ગણપતિ મહોત્સ્વ દરમ્યાન હેતલબેન મકવાણા, ભાવનાબહેન સાગઠીયા તેમજ વિપુલભાઇ બારોટ દ્વારા ફ્રી સ્ટાઇલ દાંડીયાનું આયોજન કરવામાં આવેલ હતું.

દાંડીયા હરીફાઇ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં બહેનો એ ભાગ લીધો હતો તેમજ આ ફીસ્ટાઇલ દાંડીયા હરીફાઇમાં જે બહેનો વિજેતા થયેલ તેમને વિવિધ પુરસ્કારોથી નવા જવામાં આવેલ.

આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકેની સેવા સરગમ ગ્રુપ દ્વારા આપવામાં આવેલ હતી.

(12:25 pm IST)