Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ઉપલેટામાં કોટેશ્વર ગ્રુપ આયોજીત ગણેશ મહોત્સવમાં જોડાતા ભાવિકો

ઉપલેટા, તા. ૧૯: શહેરમાં વર્ષો પહેલા સૌ પ્રથમ વખત ગણેશ મહોત્સવનું પ્રારંભ દરબારગઢ ચોકમાં કોટેશ્વર ગ્રુપ તથા સોના-ચાંદી એસોસીએશનના સહયોગથી પ્રારંભ કરવામાં આવેલ છે.

જેમાં આ વખતે પણ કોટેશ્વર ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. રોજ સવારે આરતી તથા રાત્રીના મહાઆરતી કરવામાં આવે છે તેમજ પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે.મહાઆરતીમાં પાલિકા પ્રમુખ રાણીબેન દાનાભાઇ ચંદ્રવાડીયા નગરશેઠ અમીતભાઇ શેઠ, ક્ષત્રિય સમાજના આગેવાન રણુભા જાડેજા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(૮.૬)

(12:23 pm IST)