Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ઉપલેટામાં હિન્દુ મુસ્લિમોના આગેવાનોની મીટીંગ: ઉપલેટ

: શહેર હિન્દુ મુસ્લીમ કોમી એકતા માટેનુ પ્રતીક સમાન ઉદાહરણ પુરૃ પાડતુ શહેર છે. જેમાં હિન્દુ મુસ્લીમ સમાજના લોકો એકબીજાના તહેવારો સાથે મળીને ઉજવે છે. ત્યારે આ વખતે એક જ ચોકમાં બે તહેવારો ઉજવાય તે માટે ઉપલેટા નગરપાલીકાના પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા, ક્ષેત્રીય સમાજના આગેવાન રણુભા જાડેજા દરબારગઢ ચોક કોટેશ્વર ગૃપ તથા મુસ્લીમ સમાજના આગેવાનો મેમણ જમાતના પ્રમુખ ભોલાભાઇ ધોરાજીવાલા, રફીકભાઇ મુસાણી, હનીફભાઇ કોડી, અલ્તાફભાઇ ડોસાણી, યાસીનબાપુ, શાહનવાઝ બુખારી બંને સમાજના આગેવાનોની ઉપસ્થિતીમાં સમજાવટથી નિર્ણય લેવામાં આવેલ. ગણેશ મહોત્સવની સવારે વિસર્જન યાત્રા નીકળશે તથા બપોરે ઉપલેટા શહેરના તમામ તાજીયાઓ દરબારગઢ ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ રહેશે. બેઠક મળી તે તસ્વીર.(૪૫.૫)

(12:16 pm IST)