Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ધારીમાં નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી: તાલુકા ભાજપ દ્વારા સફાઇ ઝુંબેશ

ધારી તા.૧૯: તાલુકા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી રૃપે ધારી માર્કેટીંગ યાર્ડ અને ધારી તાલુકા પંચાયત ખાતે સફાઇ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઇ હિરપરા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, ધારી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મનસુખભાઇ ભુવા, અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયંતીભાઇ પાનસુરીયા, જીલ્લા ભાજપ મંત્રી હિતેશભાઇ જોશી, ધારીના સરપંચ જીતુભાઇ જોશી, મામલતદા શ્રી ઝાલા, ટીડીઓ શ્રી વેગડા, મૃગેશભાઇ કોટડીયા, અશ્વિનભાઇ કુંજડીયા, શુભાસભાઇ ગજેરા, વિપુલભાઇ બુંહા, મુકેશભાઇ રૃપારેલીયા, પ્રવિણભાઇ દાફડા, ખોડાભાઇ ભુવા, નરેશભાઇ ભુવા, ભરતભાઇ અંટાળા, ગોબરભાઇ નકુમ, કેશુભાઇ પરડવા, ભરતભાઇ મકવાણા, ફીરોજભાઇ ઇસબજી, મુન્નાભાઇ સાવલીયા, સલીમભાઇ શેખ, મધુબેન જોશી, પુનમબેન મકવાણા, ધારી માર્કેટીંગ યાર્ડના ડીરેકટર વિનુભાઇ કાથરોટીયા, કાળુભાઇ સેદાણી, પૃથ્વીરાજભાઇ ધાધલ, કાંતિભાઇ બોરડ, રણજીતભાઇ ઝાલા, લાલજીભાઇ વેકરીયા, રમેશભાઇ મકવાણા, રાજુભાઇ અંટાળા, લાલજીભાઇ ગોઢાણીયા સહિત આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહીને સફાઇ ઝુંબેશમાં જોડાયા હતા.(૪૫.૪)

(12:14 pm IST)