Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વડિયામાં વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી બસોને રોકી ચકકાજામ કરાયો

વડીયાઃ અવાર-નવાર રજુઆત કરવા છતાં બસ નિયમિત ન થતા વિદ્યાર્થીઓમાં રોષ.. ગોંડલ ડેપોની બસમાં ઢુઢીયાપીપળીયાથી વડિયા અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીને દરરોજ મોડુ થતું હોય આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં એસ.ટી.બસ ટાઇમસર નહીં આવતા આજે વિદ્યાર્થીઓ દ્વારા વડિયા બસ સ્ટેન્ડ પર થોડી વાર માટે ચકકાજામ કરવામાં આવેલ હતુ. બાદમાં વડિયા પોલીસે આવી મામલો થાળે પાડયો હતો. પોલીસે વિદ્યાર્થીને સમજાવી, સ્કૂલે રવાના કરી હતી. તસ્વીરમાં બસ રોકવાનો પ્રયાસ કરતી વિદ્યાર્થીનીઓ નજરે પડે છે.(૨૩.૨)

(12:09 pm IST)