Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

કંકાવટીની પરિણીતાએ હળવદના રણમલપુર નજીક કેનાલમાં ઝંપલાવ્‍યુઃ ઓધખોળ

હવળદ, તા.૧૯: હળવદ તાલુકાના રણમલપુર ગામની હેતલબેન કોળી ધ્રાંગધ્રાના કંકાવટી ગામે સાસરીયે હોય ત્‍યારે ગઈકાલે કોઈ અગમણ્‍ય કારણોસર દ્યરેથી નીકળી જઈ હળવદના રણમલપુર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્‍યું હતું. બનાવની જાણ આજુબાજુના લોકોને થતા સ્‍થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ આદરાઈ હતી પરંતુ લાશનો કોઈ પતો ન મળતા બનાવની જાણ હળવદ પોલીસ અને મામલતદારને કરાઈ હતી તો સાથે જ મોરબીથી ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવાઈ હતી પરંતુ ર૪ કલાક વીતવા છતાં પણ લાશનો કોઈ પતો નહીં મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. જયારે બીજી તરફ તરવૈયાઓની ટીમ પણ લાશનો પતો મેળવવામાં અસફળ રહી છે.

હળવદમાં ડુપ્‍લીકેટ ઓટોપાર્ટસ વેચનાર વિરૂધ્‍ધ ગુનો

શહેરના હાઈવે રોડ પર આવેલ હિરો શો રૂમની બાજુમાં આવેલ શુભમ કોમ્‍પ્‍લેક્ષમાં બાલાજી ઓટો મોબાઈલ નામની દુકાનમાં ડુપ્‍લીકેટ કલ્‍ચપ્‍લેટ નંગ ૩ તેમજ પ્રેસરપ્‍લેટ નંગ ૩ અને જાણીતી કંપનીના ડુપ્‍લીકેટના પાર્ટસ કિ.રૂ.૮૪૦૦ મળી આવતા દુકાનધારક સામે મહેશભાઈ કનુભાઈ વણોલએ હળવદ પોલીસ મથકે દુકાન માલિક વિજયભાઈ નરભેરામભાઈ બોપલીયા (રહે.આનંદપાર્ક) વાળા વિરૂધ્‍ધ કોપી રાઈટ એકટ હેઠળ ગુનો નોંધાતા બનાવ અંગેની વધુ તપાસ બીટ જમાદાર હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.

 પ્રેમલગ્નનો ખાર રાખી જાનથી મારી નાખવાની ધમકી : પાંચ સામે ફરિયાદ

તાલુકાના ઘનશ્‍યામપુર ગામે રહેતા કંચનબેનના ભાઈએ થોડા સમય પહેલા ગામમાં જ રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોય જે બાબતનો ખાર રાખી યુવતીના કુટુંબીજનોએ કંચનબેનના જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની આરોપી માવજી મોતી રાઠોડ, ઉજી માવજી, જગદીશ લાલજી રાઠોડ, નાગર હરજી રાઠોડ, મનહર ડાયા રાઠોડ (રહે. તમામ ઘનશ્‍યામપુર) વાળા સામે હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જે અંગેની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.

(12:08 pm IST)