Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જોડીયામાં ઉભરાતી ગટરો

 જોડીયા : ભુગર્ભ ગટરની મેન્‍ટેનન્‍સ તથા પંપીગ સ્‍ટેશનોમાં આવેલ મોટરો, લાઇટબીલ ભરવાની સંપુર્ણ જવાબદારી આપશ્રી પાસે છે. જોડીયા ભુગર્ભ ગટરનો પંપીગ સ્‍ટેશનોના ઇલેકટ્રીક બીલ બાકી હોવાના કારણે જોડીયા પીજીવીસીએલએ ઇલેકટ્રીક કનેકશન કાપી નાખેલ છે. જેના કારણે પંપીગ સ્‍ટેશન બંધ હોવાના કારણે સમસ્‍ત ગામની મેઇન પાઇપ લાઇનનું ગંદુ પાણી મેઇન કુંડીઓ મારફત ઉભરાય અને રસ્‍તાઓ ઉપર પાણી ઉભરાય છે. આ પ્રશ્ને સરપંચ નયનાબેન વર્માએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. રોડ ઉપર ગટરના છલકાયેલા પાણીની તસ્‍વીર.(તસ્‍વીર-અહેવાલ : રમેશ ટાંક,જોડીયા)

 

(12:07 pm IST)