Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ધારીમાં એડી.ડીસ્ટ્રી.એન્ડ સેશન્સ કોર્ટનું ઉદઘાટન

 

૦૦૦૪

ધારી તા.૧૯: ન્યાય મંદીર ખાતે ગુજરાત હાઇકોર્ટના હોનરેબલ જસ્ટીસ શ્રી કારીયાના હસ્તે એડી.ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટનું અનાવરણ કરાયુ હતુ. આ તકે નામ. ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર (એડમીનીસ્ટ્રેટીવ) વિરેશભાઇ માયાણી તથા નામ. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ જે.આર.શાહ ઉપસ્થિત રહીને કાર્યક્રમને દિપાવેલ હતો. આ તકે શ્રી સંઘાણીએ ધારીના સ્મરણો યાદ કરાવ્યા હતા. તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન દિપેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારીના નામ. એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી ટાંકએ વિશેષ માર્ગદર્શન આપ્યુ હતુ.

કાર્યક્રમમાં અમરેલી જીલ્લાના તમામ કોર્ટના નામ. જજશ્રીઓએ વિશેષ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી નારંગ તથા શ્રી બોરીચા વિશેષ સુચનો આપ્યા હતા.

કાર્યક્રમ માટે ધારી વકીલ મંડળના પ્રમુખ વનરાજભાઇ, સેક્રેટરી રવિભાઇ જોશી, ખજાનચી ભાવિશાબેન મહેતા, આનંદભાઇ ચાવડા, રાહુલભાઇ જોશી, દિલીપભાઇ, વી.એમ.શર્મા, દિપકભાઇ, પુરોહીતભાઇ, રવિભાઇ વાળા, ઉદયભાઇ બારોટ, રાજુભાઇ જોશી, કિરીટભાઇ, કબીરભાઇ ચાવડા, શેરમહંમદભાઇ જામ દ્વારા સમગ્ર કાર્યક્રમ માટે વિશેષ તૈયારીઓ કરાઇ હતી.

કાર્યક્રમનું સંચાલન આનંદભાઇ ચાવડા દ્વારા કરવામાં આવ્યુ હતુ તેમજ ધારી વકીલ મંડળના તમામ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ શ્રી વકીલ મંડળના સેક્રેટરી રવિભાઇ જોશી દ્વારા જણાવવામાં આવેલ છે.(૪૫.૪)

(11:58 am IST)