Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

કેશોદમાં હત્યા કેસનો મહત્વના પુરાવારૂપ મોબાઈલ કુવામાંથી શોધી કઢાયો

ફાયર વિભાગની ટીમે જરૂરી સાધનો સાથે કૂવાના તળીયેથી મોબાઇલને શોધી લીધો

 

કેશોદમાં હત્યાની ઘટના સંદર્ભે જૂનાગઢ મ્યુનિસિપલ ફાયર વિભાગની ટીમ દ્વારા હત્યા કેસમાં મહત્વના પુરાવારૂપ મોબાઇલને કૂવામાંથી શોધી કઢાયો છે આશરે ૨૦ દિવસ પહેલા કેશોદના ૨૮ વર્ષિય બાંધકામ સાથે સંકળાયેલા કેવલ સવાણીની હત્યા થઇ હતી. જેમાં આરોપી મહોબતસિંહ સીસોદિયા પકડાયો છે. જેમાં આરોપી દ્વારા હત્યા થયેલા કેવલના મોબાઇલને કૂવામાં ફેકી દેવાયો હતો. જેમાં ફાયર વિભાગની ટીમે જરૂરી સાધનો સાથે કૂવાના તળીયેથી મોબાઇલને શોધી લીધો હતો.

(11:56 pm IST)