Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભાવનગરના બગીચામાં જાહેરમાં વરલી મટકાનાં આંકડાનો જુગાર રમતા ત્રણ શખ્શોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગરમાં મોતીબાગ ટાઉનહોલની બાજુમાં બગીચામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્શોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી. એલ. માલએ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન. જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને ભાવનગર શહેર- ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપી હતી .

 ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન જીલ્લા પંચાયત ઓફિસ પાસે આવતાં પો.કો. શકિતસિંહ ગોહિલ તથા જયદિપસિંહ ગોહિલને બાતમી મળેલ કે, ભાવનગર, મોતીબાગ ટાઉન હોલમાં બાજુમાં આવેલ બગીચા અંદર બાકડા ઉપર લાલજીભાઇ રામજીભાઇ રહે.ચાવડી ગેટ,ભાવનગરવાળો  બેસી બોલપેન દ્દારા વરલી-મટકાનાં આંકડા ડાયરીમાં લખતો અને બે ઇસમો વરલી મટકાનાં આંકડા લખી-લખાવી હારજીતનો જુગાર રમે છે.

   જે બાતમીના આધારે રેઇડ કરતાં જાહેરમાં વરલી મટકાનાં આંકડા લખતાં લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ રામજીભાઇ ડાબેસરા (ઉ.વ.૬૪) (  રહે.ચાવડી ગેટ,પાવર હાઉસ પાસે, ભાવનગર)   પાસેથી વરલી મટકાનાં આંકડા લખનાર પાસેથી આંકડા લખેલ ડાયરી-૧ કિ.રૂ.૦૦/-, બોલપેન-૧ કિ.રૂ.૦૦/-, મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦/- તથા રોકડ રૂ.૮,૯૫૦/- તથા વરલી મટકાનાં આંકડા લખાવતાં ગગજીભાઇ પોપટભાઇ મકવાણા (ઉ.વ.૫૦) ( રહે. આખલોલ જકાતનાકા, ઇન્દિરાનગર, ભાવનગર)પાસેથી રોકડ ૫૫૦ ગોરધનભાઇ મનજીભાઇ બારૈયા (ઉ.વ.૬૨ ) ( રહે. ઘોઘા રોડ, ખારશી પાસે,ભાવનગર)પાસેથી રોકડ ૭૦૦/- મળી કુલ ૧૦,૭૦૦નો મુદ્દામાલ મળી આવતાં તમામ મુદ્દામાલ કબ્જે કરી તેઓ તમામ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. 

(8:20 pm IST)