Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભાવનગરમાં ચોરાઉ બાઈક સાથે આરોપીની ધરપકડ

ભાવનગર ::જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ , લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તાર માં મિલ્કત સંબંધી ગુન્હા ઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, શિવાજી સર્કલ, સેન્ટ મેરી સ્કુલનાં દરવાજા સામે રોડ ઉપર આવતા *_પો.કો. ચિંતનભાઇ મકવાણાને ચોરાવ મો.સા. અંગે મળેલ બાતમી આધારે શંકાસ્પદ મો.સા. સાથે કુલદિપ ઉર્ફે લાલો અલ્પેશભાઇ ભગવાનભાઇ મકવાણા ઉ.વ.૧૯ રહે.રાજીવ નગર, ભાંગનાં કારખાના પાસે, શિહોર,જી.ભાવનગર વાળો મળી આવેલ._*  તેની પાસે રહેલ સીલ્વર કલરનાં નંબર પ્લેટ વગરનાં હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. અંગે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.તેણે ઉપરોકત મો.સા. ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં મો.સા. કિ.રૂ. ૧૫,૦૦૦/- ગણી શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.પુછપરછ કરતાં આજથી બે મહિના પહેલાં તેનાં મિત્ર ગૌતમ ઉર્ફે ભોલો રમેશભાઇ ચૌહાણ રહે.મારવાડીનગરની પાછળ,શિહોરવાળા સાથે મળી શિહોરથી ભાવનગર, સરદારનગર, વિદ્યુત સોસાયટી માં આવેલ એક મકાન પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.ભાવનગર, ઘોઘા રોડ પો.સ્ટે.માં ફરીયાદ દાખલ થયેલ છે. આમ ચોરી થયેલ મો.સા. સાથે એક ઇસમને ઝડપી મો.સા. ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે._

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા નાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં કલ્યાણસિંહ જાડેજા, રાકેશભાઇ ગોહેલ, ભયપાલસિંહ ચુડાસમા, ચિંતનભાઇ મકવાણા, વિઠ્ઠલભાઇ બારૈયા, રાજેન્દ્દસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(5:25 pm IST)