Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ૬ ઝડપાયા વાંકાનેરના કુંભારપરામાં છ શકુનિઓને દબોચી લેવાયા

 

મોરબી સીટી ડીવીઝન પોલીસે લાયન્સનગરમાં બે સ્થળે દરોડા કર્યા હતા જેમાં જુગાર રમતા અનીલ ધીરુભાઈ ભોજવિયા અને રમેશ શીવાભાઈ ડાભીને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧૫૦ જપ્ત કરી છે જયારે બીજા દરોડામાં જુગાર રમતા ઉગાભાઇ કેશરભાઈ બારૈયા, સચીનભાઈ રમેશચંદ્ર શાહ, સબીરહુશેનભાઈ જુસબમિયા બુખારી અને સબીરહુશેન અનવરમિયા બુખારી એમ ચાર ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૪૭૭૦ જપ્ત કરી છે

વાંકાનેર સીટી પોલીસે કુંભારપરા વિસ્તારમાં બાતમીને આધારે દરોડો કરી જુગાર રમતા જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ ધરમશીભાઈ સારદિયા, સંજય જીવરાજભાઈ તાવીયા, પરવેજ હબીબ કુરેશી, મહેશ દેહર ઉધરેજા, નીલેશ રમેશ જેસાણી અને રાજુ હરી મેર એમ ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૩,૯૬૦ જપ્ત કરી છે

(12:58 am IST)