Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ભાવનગરના ઘોઘા ગેટ પાસે બિઝનેસ સેન્ટર નજીક ગેરકાયદે દુકાનનું ડિમોલિશન

બીઝનેશ સેન્ટરમાં હેવમોર તરફના પાર્કીંગની જગ્યામાં બનાવી દેવાયેલ દુકાન તોડી પડાઈ

 

ભાવનગર,: શહેરના ઘોઘાગેટ ખાતે આવેલ બીઝનેસ સેન્ટરના હેવમોર જવાના રસ્તે આવેલ પાર્કીંગની જગ્યામાં બનાવી દેવાયેલ ગેરકાયદેસર દુકાનનેજે મહારપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પડાઈ હતી અને મુદ્દામાલ કબ્જે લેવાયેલ હતો

 શહેરમાંથી ગેરકાયદેસર દબાણો દુર કરવાના ઝુબેશના ભાગરૂપે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારાઆ કાર્યવાહી કરીને પાર્કીંગની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા અગાઉ પણ જગ્યાએથી દબાણ દુર કર્યુ હતું. અને ફરી વખત દબાણ થઈ જતા તેને હટાવાયુ હતું. જો કે જગ્યાના ભાડાથી બીઝનેસ સેન્ટરના મેનેટનન્સનો કેટલોક ખર્ચ કાઢવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યુ છે. હાલમાં બીઝનેસ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાયા હોય વાહન પાર્કીંગ થઈ શકતુ નથી.

(12:40 am IST)
  • શેરબજાર ગ્રીન ઝોનમાં ર-૩૦ કલાકે સેન્સેકસ ૧૦ર પોઇન્ટ વધીને ૩૭૩૯૪ અને નીફટી ર૦ પોઇન્ટ વધીને ૧૧૦૬૮ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭૧.૪પ ઉપર ટ્રેડ કરે છેઃ આજે શેરબજારમાં જાહેર ક્ષેત્રની બેંકોના શેર્સ તુટયા હતા access_time 3:59 pm IST

  • લાલુપ્રસાદ યાદવ આર્થારાઇટિસથી પીડિત :આરજેડીના અધ્યક્ષ લાલુયાદવની તબિયત લથડી : આર્થારાઇટિસની પીડિત હોવાને કારણે હાલવા ચાલવામાં તકલીફ ;રાંચી સ્થિત રિમ્સના ડોક્ટરોએ આ અંગે જાણકારી આપી access_time 1:02 am IST

  • પાકિસ્તાની સ્કોલર, લેખિકા અને સંરક્ષણ બાબતોની નિષ્ણાત આયેશા સિદ્દીકાએ પાકિસ્તાન અને તેની સેનાને અરીસો દેખાડતા કાશ્મીરને ભૂલી જવાની શિખામણ આપી:ભારતને યુદ્ધ માટે લલકારતા પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિની પોલ તેના જ દેશની મહિલા સ્કોલરે ઉઘાડી પાડી access_time 9:14 am IST